પ્લેનમાં નવાઝ શરીફની ધરપકડ કરવામાં આવી, જુઓ વીડિયો

PC: twitter.com/MaryamNSharif

કરપ્શનના કેસમાં દોષી જાહેર થયેલા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી છે. નવાઝ શરીફ અને તેમની દીકરીને FIA, પાકિસ્તાની રેન્જર્સ અને NABની ટીમે પ્લેનમાં જ કસ્ટડીમાં લઈ લીધા હતા. એરપોર્ટથી તેમને રાવલપિંડી લઈ જવામાં આવ્યા હતા. નવાઝ અને મરિયમને રાવલપિંડીમાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.

નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અલગ-અલગ બખ્તરબંધ ગાડીઓમાં લાવવામાં આવ્યા હતા. જેલના નિયમોનુસાર બંનેનું જેલની હોસ્પિટલમાં જ મેડિકલ પરીક્ષણ થશે. પાકિસ્તાની મીડિયામાં એવી ખબર છે કે, મરિયમને સિયાલા રેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવશે, જેને પહેલા જ સબ-જેલ જાહેર કરી દેવામાં આવી છે. આ પહેલા ખબર હતી કે, બંનેને હેલિકોપ્ટરથી જેલમાં લઈ જવામાં આવશે, પરંતુ અંધારાને કારણે આ યોજનાને બદલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp