કાઠમંડુ જતી પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 11ના મોત 108 ઈજાગ્રસ્ત

PC: tosshub.com

નેપાળના કાઠમંડુ તરફ જતી એક પેસેન્જરને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર દશેરાના પર્વની ઉજવણી કરીને બસ દ્વારા કેટલાક લોકો કાઠમંડુ પરત ફરી રહ્યા હતા, તે સમયે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં ઘટના સ્થળ પર જ છ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે અન્ય રાહદારીઓ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે સમયે લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા, તે સમયે 5 લોકોના રસ્તામાં જ મોત નીપજ્યા અને અકસ્માતની ઘટનામાં મૃત્યુ આંક 11 પર પહોંચ્યો હતો અને 108 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

કાઠમંડુના રસ્તાઓ પહાડોમાંથી પસાર થતા હોવાના કારણે જોખમી માનવામાં આવે છે. વાહન ચાલક દ્વારા થોડી પર બેદરકારી દાખવવામાં આવે તો અકસ્માત થઇ શકે છે. આ ઉપરાંત તહેવારની સિઝનમાં આ રસ્તાઓ પર વધારે વાહનોની અવાર જવર રહે છે અને રસ્તાનું સમારકામ કામ પણ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા અકસ્માત જેવી ઘટનાઓ આ પહાડી રસ્તાઓ પર બનતી રહે છે.

અકસ્માતની ઘટનાને પગલે જિલ્લા અધિકારી ગોમા દેવી ચેમજોંગે જણાવ્યું હતું કે, ઘટનામાં 6 લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા અને 5 લોકોના મોત હોસ્પિટલ લઇ જતા સમયે થયા હતા. બસ વળાંક સમયે ખૂબ સ્પીડમાં હોવાથી બસે નિયંત્રણ ગુમાવ્યું હતું. જેથી આ ઘટના બનવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp