ડીનર પાર્ટીમાં દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરી તો અધિકારીઓને ગોળી મારી દીધી

PC: aajtak.in

વાત વાતમાં ગોળીએ ઉડાવી દેવાના આદેશ આપનારા નોર્થ કોરિયાના શંકી શાસક કીમ જોંગ ફરી એકવાર ચર્ચામાં છે.પોતાના આર્થિક મંત્રાલયના 5 અધિકારીઓએ કિમની નીતિઓની એક ડિનર પાર્ટીમાં આલોચના કરી હતી.તેઓ  અર્થતંત્રના સુધારા માટે કેટલા સુચનો કરી રહ્યા હતા.અંહકારી તાનાશાહે તેમની વાત સાંભળવાને બદલે મોતને ઘાટ ઉતારી દીધા હતા.

નોર્થ કોરિયાએ પોતાના આર્થિક મંત્રાલયના 5 અધિકારીઓને મોતને ઘાટ  ઉતારી દીધા હતા.એક ડિનર પાર્ટીમાં આ અધિકારીઓએ નોર્થ કોરિયા શાસક કિમ જોંગ ઉનની નીતીઓની ટીકા કરી હતી.એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આર્થિક મંત્રાલયના પાંચેય અધિકારીઓએ નોર્થ કોરિયાની કથળેલી અર્થવ્યવસ્થા પર ખુલીને ચર્ચા કરી રહ્યા હતા.પાંચેય અધિકારીઓના પરિવારજનોને રાજનીતિક કેંપમાં શિફટ દેવાયા હતા.

નોર્થ કોરિયાની આર્થિક સ્થિત ઘણી કંગાળ થઇ ગઇ છે.કોરોનાને કારણે દેશ પર વધારે ગંભીર અસર પડી છે.નોર્થ કોરિયાને સૌથી ગરીબ દેશ ગણવામાં આવે છે.ડિનરમાં જે પાંચ અધિકારીઓએ કીમની નીતીની આલોચના કરી હતી. તેમને એક મિટીંગના બહાને બોલાવાયા હતા અને સિક્રેટ પોલીસે તેમની ધરપકડ કરીને ગુનો કબુલી લેવા મજબુર કરાયા હતા અને તે  પછી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

આ પાંચેય અધિકારીઓનો વાંક એટલો જ હતો કે તેઓ  ખરેખર દેશની અને અર્થતંત્રની ચિંતા કરી રહ્યા હતા.તેઓ ડિનર પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મની જરૂરિયાત બતાવી રહ્યા હતા.આંતરરાષ્ટ્રીય જગત પાસેથી સહયોગ લેવાનો સુચનો કરતા હતા.નોર્થ કોરિયા પર આજે પણ કઇ કેટલાં પ્રતિબંધો લાગેલા છે.

તાનાશાહોના આ પ્રકારના જ ગુણ હોય છે. તેમના વખાણ કરો ત્યાં સુધી તમે સેઇફ છો પરંતુ જો ટીકા કરી તો તમે જીવ ખોઇ શકો. પછી ભલેને તે દેશ કે રાષ્ટ્રના હિતમાં હોય. તાનાશાહો દેશ કે રાષ્ટ્રનું હિત જોતા પહેલા પોતાનું હિત જોતા હોય છે. પોતાની સત્તાની સામે જરાય પણ કોઇ વ્યકિત ચૂં કે ચા કરે તો તેને તરત જ ખતમ થવાનો વારો આવે છે. આપણે દુનિયામાં આવા ઘણા તાનાશાહો જોયા છે જેમાં મુસોલિનીથી લઇને હિટલર અને હાલમાં કીંમ જોંગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp