26th January selfie contest
BazarBit

કોરોના વાયરસનો ખૌફ, ચીનથી પરત ફરેલા ઓફિસરને નોર્થ કોરિયાની સરકારે ગોળી મારી

PC: metro.co.uk

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની તાનાશાહીથી સૌ કોઈ પરીચિત છે. જ્યાં એક નાની સરખી ભૂલના લીધે પણ સજા આપવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે જ્યાં આખી દુનિયા તેના નિદાનના પ્રયત્નો કરી રહી છે. તો નોર્થ કોરિયામાં વાયરસથી સંક્રમિત પીડિતો પર જુલમ કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના સંક્રમણની શંકામાં નોર્થ કોરિયાએ એક અધિકારીને આઈસોલેશન સેન્ટરમાં અલગ રાખ્યો હતો. પણ તે અધિકારીએ ભૂલથી એક જાહેર બાથરુમનો ઉપયોગ કરી લીધો. જેની કિંમત તેણે પોતાની જિંદગી આપી ચૂકવવી પડી.

દક્ષિણ કોરિયાના ન્યૂઝપેપર ડોન્ગ-એ-ઈલબો અનુસાર, આ અધિકારીને ચીનથી પરત આવ્યા બાદ અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો. સાર્વજનિક બાથરુમનો ઉપયોગ કરી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાના આરોપમાં તે અધિકારીની ધરપકડ કરી લીધી અને ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી.

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉને પરવાનગી લીધા વિના આઈસોલેશન સેન્ટર છોડીને જનારા લોકોની સામે સૈન્ય કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો છે. યૂકે મિરરની રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાના એક રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના એક અધિકારીને પણ ચીનથી પરત આવ્યાની વાત છુપાવવાને કારણે તેને દેશ નિકાલ કરવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાની મીડિયા રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયામાં કોરોના વાયરસના ઘણાં મામલાઓ સામે આવ્યા છે અને તેમાં ઘણાં લોકોની મોત થવાની પણ સંભાવના છે. કારણ કે નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓનું કહેવું છે, તેમને અત્યાર સુધી કોઈ પણ મામલાની સૂચના મળી નથી.

નોર્થ કોરિયા એ વાતને લઈને અડગ છે કે, તેમને ત્યાં કોરોના વાયરસનો એક પણ મામલો સામે આવ્યો નથી. જોકે, વિશ્લેષકોને નોર્થ કોરિયાની આ વાત પર ભરોસો નથી કે ચીનથી માત્ર 1416 કિમીની સીમાવાળા દેશમાં કોરોના વાયરસનો એક પણ મામલો સામે આવ્યો નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp