26th January selfie contest

ભારત-પાકિસ્તાનના સંબંધો અને PM મોદી અંગે જાણો શું કહ્યું ઇમરાન ખાને

PC: ndtvimg.com

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે ભારત સાથે દેશના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. જો કે તેમને આશા દર્શાવી કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત બધા મતભેદોનો ઉકેલ લાવવાં માટે પોતાનો પ્રચંડ જનાદેશનો ઉપયોગ કરશે. ઇમરાન ખાન અને મોદી બે દિવસીય શાંધાઇ સહયોગ સંગઠન માટે કિર્ગીસ્તાન ગણરાજ્યની રાજધાની બિશ્કેકમાં છે.

બિશ્કેક રવાના થતાં પહેલા એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું કે, SCO સંમેલનમાં બંને પાડોશી દેશો વચ્ચે સંબંધો સારા બનાવવાં માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાનો અવસર મળશે. ખાને કહ્યું કે SCO સંમેલનમાં પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશો સાથે પોતાના સંબંધ વિકસિત કરવા એક નવો મંચ મળશે. તેમણે કહ્યું કે આ સમયે ભારત સાથે અમારા દ્વિપક્ષીય સંબંધો કદાચ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે.

ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન કોઇ પણ પ્રકારની મધ્યસ્થા માટે તૈયાર છે અને પોતાના બધા પાડોશી દેશો ખાસ કરીને ભારત સાથે શાંતિની આશા રાખે છે. તેમણે કહ્યું કે ત્રણ નાના યુદ્ધોએ બંને દેશોને નુકસાન પહોંચાડ્યું છે કે તેઓ હજી પણ ગરીબીમાં ફસાયાં છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે પાછલા અઠવાડિયે SCO સંમેલનથી અલગ PM મોદી અને પાકિસ્તાનના PM ઇમરાન ખાન વચ્ચે કોઇ દ્વિપક્ષીય બેઠકની યોજના નથી. ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખીને બધા મુદ્દાઓ પર વાતચીત કરવા માટે અપીલ કરી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp