અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો

PC: vanityfair.com

જમ્મુ-કાશ્મીર મુદ્દે અમેરિકાએ ઝટકો આપ્યા બાદ પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કર્યો છે.

અમેરિકાએ કેરી લુગર બર્મન એક્ટ અંતર્ગત આપવામાં આવતી આર્થિક મદદમાં 44 કરોડ ડોલરનો ઘટાડો કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. કેરી લુગર બર્મન એક્ટ અંતર્ગત હવે પાકિસ્તાનને 4.1 અબજ ડોલરની રકમ મળશે.

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ આર્થિક મદદમાં ઘટાડો કરવાના નિર્ણય વિશે ઇસ્લામાબાદને ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસના ત્રણ અઠવાડિયા પહેલા જ ઓફિશિયલ માહિતી આપી દેવામાં આવી હતી. ઇસ્લામાબાદ અમેરિકા પાસેથી આ મદદ પાકિસ્તાન એન્હેન્સ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ 2010 અંતર્ગત હાંસલ કરે છે. મંત્રાલયના રિપોર્ટ મુજબ 90 કરોડ ડોલરની બચેલી અમેરિકન મદદ મેળવવા માટે પાકિસ્તાને ગયા અઠવાડિયે પાકિસ્તાન એન્હેન્સ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ 2010ની સમયમર્યાદા વધારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp