ભારત આ કારણે પાકિસ્તાનના PM ઇમરાન ખાનને આમંત્રણ આપીને ભારત બોલાવી શકે છે

PC: businesstoday.in

જો સ્થિતિ સારી રહી તો પાકિસ્તાનના વડાપ્રધાન ભારતનો પ્રવાસ કરી શકે છે. ભારત શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સરકાર પ્રમુખ પરિષદની વાર્ષિક બેઠકનું આયોજન કરશે, તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ પણ આપશે તેવું કહેવાય છે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં એ ઇસ્લામાબાદ નક્કી કરશે. તમને જણાવી દઇએ કે આ વર્ષે ભારત SCOની વાર્ષિક બેઠકનું આયોજન કરશે. ભારત અને પાકિસ્તાન 2017મા SCOના સભ્ય બન્યા હતા.

એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ અને સંમેલન અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રિત કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાન કે અન્ય પ્રતિનિધિઓ આ બેઠકમાં આવશે કે નહીં એ પાકિસ્તાન પર નિર્ભર રહેશે. આ બેઠક માટે હજૂ ઘણો સમય છે. ભારત પહેલીવાર SCO સરકારના પ્રમુખોના પરિષદની વાર્ષિક બેઠક યોજશે.

આ જાણકારી સંગઠનના મહામંત્રી વ્લાદિમીર નોરોવે જણાવી હતી. ચાર દિવસીય ભારતીય પ્રવાસે આવેલા નોરોવે તેમના નિર્ધારીત કાર્યક્રમમાં આ જાણકારી આપી હતી. આ પહેલા તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી હતી.

સામાન્ય રીતે SCO સરકારના પ્રમુખોની બેઠકમાં વિદેશ મંત્રી પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઘણા દેશના વડાપ્રધાનો પણ આવતા હોય છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી કરે છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષોની બેઠકમાં વડાપ્રધાન સામેલ થાય છે. તો હવે ભારતમાં થનારી SCOની બેઠકમાં કોણ પ્રતિનિધિત્વ કરે છે એ જોવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp