PAKનું આ શહેર પેરિસ અને ન્યૂયોર્ક કરતા આગળ, દુનિયાના સૌથી સલામત શહેરમાંથી એક

PC: dawn.com

પાકિસ્તાનનું આ શહેર દુનિયાના સૌથી સુરક્ષિત શહેરમાંથી એક છે. આ જાણકારી એક સરવેમાં સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનું આ શહેર ફ્રાંસની રાજધાની પેરિસ અને અમેરિકાના શહેર ન્યૂયોર્ક કરતા વધારે સલામત છે. પાકિસ્તાનના આ શહેરમાં ન્યૂયોર્ક અને પેરિસ કરતા ઓછા ગુના થયા છે.

આ સરવે મૂલ્યો, ગુના દર અને મેડિકલ સેવાની ગુણવત્તાનું વૈશ્વિક સ્તરે ડેટાબેઝ રાખનારી સંસ્થા નંબિયાએ કર્યું છે. જેના જાન્યુઆરી 2020ના વૈશ્વિક અપરાધ સૂચકઆંક(WCI) અનુસાર, પાકિસ્તાનના આ શહેરે પાછલા 1 વર્ષમાં તેની રેન્કિંગમાં 56 સ્થાનનો સુધારો કર્યો છે. પાકિસ્તાનના આ શહેરથી વધારે ગુના ફ્રાંસ, ન્યૂયોર્ક, બર્લિન અને શિકાગોમાં નોંધાયા છે.

WCIમાં દુનિયાના કુલ 374 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી ઓછા ગુના સંયુક્ત અરબ અમીરાતના અબુ ધાબીમાં થયા છે. જે ટોચના ક્રમે છે. એટલે કે 374માં સ્થાને છે. તો સૌથી નીચે એટલે કે પહેલા નંબરે વેનેજુએલાનું શહેર કરાકસ છે. જેનો અર્થ એ થાય છે કે, પાછલા 1 વર્ષમાં કરાકસમાં સૌથી વધારે ગુનાઓ થયા છે.

આ 374 શહેરોમાં પાકિસ્તાનનું શહેર લાહોર 230માં સ્થાને છે. એટલે કે પાકિસ્તાનનાં લાહોરમાં ગુનાઓ ઓછા થાય છે. જાન્યુઆરી 2019માં લાહોર 174માં સ્થાને હતું. તેનો અર્થ એ થાય છે કે પાછલા 1 વર્ષમાં લાહોરે તેની રેન્કિંગમાં 56 સ્થાનનો સુધારો કર્યો છે. ગુનાઓના મામલે લાહોરે 56 શહેરોને પાછળ છોડ્યા છે. જ્યાં લાહોર કરતા વધારે ગુનાઓ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp