UNમાં પાકિસ્તાની પ્રતિનિધિનું થયું અપમાન, સાંભળવા પડ્યા અપશબ્દો

PC: zeenews.india.com

પાકિસ્તાનને હમણા સોનાને પાયે સાડાસાતી બેઠી હોય એવું લાગે છે. એક તરફ પાકિસ્તાન મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. તો બીજી તરફ ત્યાં રાજનૈતિક અરાજકતા પણ ફેલાયેલી છે. બીજી તરફ કાશ્મીર મુદ્દે ભારતે લીધેલા નિર્ણયને લઈને પણ પાકિસ્તાન બોખલાઈ ઊઠ્યું છે, જ્યાં આંતરાષ્ટ્રીય મંચો પર તેની વાત કોઈ સાંભળતું નથી. તાજેતરમાં પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરતા બીજા સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં યુએનમાં પાકિસ્તાનના પ્રતિનિધી મલિહા લોધીને પાકિસ્તાનના જ નાગરિકે જાહેરમાં ખરીખોટી સંભળાવી છે.

ન્યૂયોર્કમાં યુએનના એક કાર્યક્રમાં પાકિસ્તાનના પ્રતિનિધીને પાકિસ્તાની નાગરિકે જ કેટલાક સવાલો કર્યા હતા. પાકિસ્તાની નાગરિકે મલિહા લોધીને પૂછ્યું હતું કે પાછલા દોઢ દાયકામાં તમે પાકિસ્તાન માટે શું કર્યું છે? સાથે જ પાકિસ્તાની નાગરિકે એ મહિલા પર ભ્રષ્ટાચારનો આરોપ પણ કર્યો હતો અને કહ્યું હતું કે તમે પાકિસ્તાનનું નાગરિકત્વ કરવાની પણ લાયકાત ધરાવતા નથી. <

>

 નાગરિકે લોધીને કહ્યું હતું કે ‘તમે પાછલા વર્ષોમાં પાકિસ્તાન માટે શું કર્યું એનો મને જવાબ આપો.’ તો લોધીએ તેને કહ્યું હતું કે, ‘હું તમને જવાબ આપવાની નથી.’

આ બાબતને લઈને જ પાછળથી લોધીએ ખરીખોટી સાંભળવી પડી હતી. પાછળથી ત્યાં હાજર લોકોએ એ પાકિસ્તાની નાગરિકને શાંત પાડ્યો હતો.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp