કિમ સાથેની મિટિંગ પછી ટ્રમ્પની આ જાહેરાતથી પેન્ટાગોન પણ રહી ગયું હેરાન

PC: vox-cdn.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મંગળવારે કિમ જોંગ ઉન સાથે સમિટ પછી કોરિયન દ્વીપમાં સૈન્ય અભ્યાસ બંધ કરવાની જાહેરાત કરી તો આ નિર્ણયને ન માત્ર તેના સહયોગી દેશ દક્ષિણ કોરિયાને હેરાન કર્યો, પરંતુ પેન્ટાગોન પણ ચોંકી ગયું હતું. સિંગાપોરમાં ટ્રમ્પની જાહેરાતના થોડા કલાકો પછી દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકી સૈનિકોએ કહ્યું હતું કે, તેઓ હજુ પણ સૈન્ય અભ્યાસની તૈયારીઓ કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમને આ અંગે કોઈ નિર્ણય નહીં મળે તો તેઓ આવું કરતા રહેશે.

જણાવી દઈએ કે વર્ષ 2015થી અમેરિકા અને સાઉથ કોરિયાની વચ્ચે થઈ રહેલા સૈન્ય અભ્યાસને Ulchi Freedom Guardian (UFG) કહેવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં અમેરિકી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જેનિફર લાવેટે કહ્યું હતું કે, અહીં અમેરિકી કમાન્ડને સૈન્ય અભ્યાસ રોકવા અંગે કોઈ આદેશ મળ્યો નથી. જ્યાં સુધી રક્ષા મંત્રાલયમાંથી કોઈ અપડેટ નહીં મળે ત્યાં સુધી અમે આ જ સ્થિતિને આગળ વધારીશું.

UFG દુનિયાના સૌથી મોટા સૈન્ય અભ્યાસમાંનો એક છે. ગયા વર્ષે આ અભ્યાસ 11 દિવસ ચાલ્યો હતો. જેમાં આશરે 17,500 અમેરિકાના અને 50,000 દક્ષિણ કોરિયાના સૈનિકોએ ભાગ લીધો હતો. ટ્રમ્પની આ જાહેરાત પછી દક્ષિણ કોરિયાની રાજધાનીમાં આ વાતનો ડર છે કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર નષ્ટ કરવા પહેલા જ વોશિંગ્ટન આદેશ આપવામાં ઘણું જલદી કરી રહ્યું છે.

આ અંગે જાપનાનના રક્ષા મંત્રીએ પણ કહ્યું હતું કે, ઉત્તર કોરિયા અને અમેરિકના સંયુક્ત સૈન્ય અભ્યાસ પૂર્વી એશિયાઈ દેશોની સુરક્ષા માટે ઘણો જરૂરી છે. આ મુદ્દા પર જાપાન અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાત કરવાની કોશિશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp