PM મોદી પર ફિદા ચીની મીડિયા, કહ્યું-નહેરુ કરતા પણ વધુ લોકપ્રિય નેતા છે મોદી

PC: apnews.com

ચીની મીડિયાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવુ છે કે, PM મોદીએ પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત-ચીનના સંબંધોને નવો આયામ આપ્યો છે. ચીની મીડિયાને આશા વ્યક્ત કરી છે કે, આગળ કોઈપણ સરકાર બને ચીનની સાથે ભારતના આવા જ મજબૂત સંબંધો બનેલા રહેશે. ચીની મીડિયાએ ચીનમાં લોકપ્રિયતાના મામલામાં PM મોદીને નેહરુ કરતા પણ આગળ જણાવ્યા છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાલેયલા એડિટ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી બરાબર ટક્કર મળશે. એ કહેવું મુશ્કેલ છે કે, આ વખતે BJPને પહેલા જેવી બહુમત મળશે કે નહીં. પરંતુ ડિપ્લોમેસીના મામલામાં જોઈએ તો મોદીએ ગત વર્ષોમાં ભારતની તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આર્ટિકલમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ચીની સમાજ જે પહેલા ભારત પ્રત્યે ઓછી રુચિ દાખવતો હતો, ત્યાં મોદીની લોકપ્રિયતા અને પ્રભવા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સહિત કોઈપણ નેતાના સરખામણીમાં વધુ છે. તમામ ઉતાર-ચડાવ છતા બીજિંગ અને નવી દિલ્હીના સંબંધોમાં છેલ્લાં 5 વર્ષોમાં જબરદસ્ત પ્રગતિ થઈ છે.

એડિટ આર્ટિકલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 2014ની ચૂંટણીમાં મોદીને ચીની મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું હતું. PM બન્યા બાદ મોદીએ સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ખોલ્યું અને ચીનના નેટિજન સાથે લાઈવ જોડાયા. તેને કારણે ચીનમાં તેમની લોકપ્રિયતા વધી ગઈ. મોદીને કારણે ચીની મીડિયાએ ભારતનું કવરેજ વધાર્યું અને હવે ચીની સમાજ પોતાના આ પાડોશી દેશ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. આ ઉપરાંત, PM મોદીના આ પ્રયાસોને કારણે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 2014ના 70 અબજ ડૉલરની સરખામણીમાં 2018માં વધીને 95.54 અબજ ડૉલર પર પહોંચી ગયા. બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર સંપર્ક પણ વધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp