26th January selfie contest

ટ્રમ્પ સાથે સંબંધ મામલે પોર્ન સ્ટારને ચૂકવાયા હતા 1,30,000 ડોલર

PC: ndtv.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને રૂપિયા ચૂકવ્યા હોવાનો ધડાકો ધ વોલ સ્ટ્રીટ જર્નલે કર્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવાયું છે કે 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા ઈચ્છતા ટ્રમ્પે પોતાના વકીલ મારફત દર મહિને 1,30,000 ડોલર ચૂકવ્યા હતા. આ અંગે વ્હાઈટ હાઉસે કોઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. જોકે ટ્રમ્પના અંગત વકીલ માઈકલ ક્હોને આ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. એવું કહેવાય છે કે માઈકલ ક્હોને જ રૂપિયા આપવાની વ્યવસ્થા કરી હતી.

ક્હોનને ટાંકીને કહ્યું કે બીજી વખત મારા અસીલ સામે બિનપાયેદાર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. એક વર્ષથી આ ખોટી વાતો વહેતી મૂકવામાં આવી રહી છે. જ્યારે ટ્રમ્પ સહિત તમામ લોકો આ વાતને 2011થી ફગાવતા આવેલા છે. કહેવાય છે કે એક્સ રેટેડ અભિનેત્રી સ્ટેફેની ક્લિફોર્ડ અને ટ્રમ્પ વચ્ચે 2006માં યૌન સંબંધ હતા.
ટ્રમ્પે 2005માં મેલાનિયા સાથે લગ્ન કર્યા હતા. રાષ્ટ્રપતિ વિરુધ્ધના આક્ષેપો અંગે વ્હાઈટ હાઉસનાં અધિકારીએ કહ્યું કે આ જૂની વાતોને ફરીથી ઉછાળવામાં આવી રહી છે. આ વાતો ચૂંટણી પહેલા પણ ઉછાળવામાં આવી હતી અને તેને ખારીજ કરવામાં આવી હતી.

જોકે, ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અંગે કોઈ પણ રિએકશન આપવાનો આ અધિકારીએ ઈન્કાર કરી દીધો હતો. ન્યૂયોર્કના ડેઈલી ન્યૂઝ પ્રમાણે ક્લિફોર્ડે ઈમેલ મારફત ટ્રમ્પ સાથે યૌન સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.