1969માં પોસ્ટ કરેલો પોસ્ટકાર્ડ 2023માં સરનામે પહોંચ્યો, આખરે કેમ લાગ્યા 54 વર્ષ?

PC: facebook.com/jessica.somebody

ઇન્ટરનેટના આ જમાનામાં કદાચ જ કોઈ પોસ્ટકાર્ડ લખતું હશે, પરંતુ એક જમાનો એવો પણ હતો જ્યારે મોબાઈલ, ઈન્ટરનેટ જેવી દૂરસંચારની સુવિધાઓ નજીવી હતી, ત્યારે લોકો એક-બીજાને પોસ્ટકાર્ડ કે ચિઠ્ઠી થકી સંદેશો મોકલતા હતા. પહેલાના જમાનામાં તે સંચારનું એક સશક્ત અને ભરોસાપાત્ર માધ્યમ કહેવાતું હતું. દુનિયાના મોટા ભાગના હિસ્સામાં પહેલા પોસ્ટકાર્ડના માધ્યમથી જ લોકો એક-બીજાને સંદેશો મોકલતા હતા. ક્યારેક ક્યારેક તેમાં મોડું પણ થઈ જાય છે.

મોડું થવાનો દાયરો 5-7 દિવસ જ થતા હતા, પરંતુ એક પોસ્ટકાર્ડ એવો પણ છે, જે 54 વર્ષમાં તેના પર લખેલા સરનામા પર પહોંચ્યો છે. એક ફેસબુક યુઝરે પોસ્ટ કરીને તેની જાણકારી આપી છે. જેસિકા મીન્સ નામની ફેસબુક યુઝર લખે છે કે, આ રહસ્યને ઉકેલવામાં મારી મદદ કરો! કૃપયા તેને શેર કરો. મને એ જાણવાનું સારું લાગશે કે કેવી રીતે તેણે દશકો સુધી ઘર ઘર સુધી પોતાની પહોંચ બનાવી. બની શકે કે તમને કે તમારા કોઈ જાણનારા પાસે તેની જાણકારી હોય કે વર્ષ 2023માં તાલ્હાસીથી તેને કોણે મેલ કર્યો હશે.

તેણે આગળ લખ્યું કે, આ પોસ્ટકાર્ડ આજે મેલથી મારી પાસે પહોંચ્યો છે. સરનામામાં મિસ્ટર એન્ડ મિસેજ રેને ગગનન કે વર્તમાન કોઈ રહેવાસીએ લખ્યો હતો. તેને મૂળ રૂપે 15 માર્ચ 1969ના રોજ પેરિસથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેને પોતાના એડ્રેસ સુધી પહોંચવામાં 54 વર્ષ લાગી ગયા. તેના પર તાલ્હાસી, ફ્લોરિડાનું સરનામું લખેલું છે. 12 જુલાઇ 2023નું નવું પોસ્ટમાર્ક છે.

પોસ્ટકાર્ડમાં શું લખ્યું છે?

પોસ્ટકાર્ડમાં લખ્યું છે કે, ‘પ્રિય લોકો, જ્યાં સુધી તમે તેને પ્રાપ્ત કરશો, ત્યાં સુધી હું ઘરે આવી ચૂક્યો હોઈશ, પરંતુ તેને ટૂર એફિલથી મોકલવાનું ઉચિત લાગે છે, જ્યાં હું અત્યારે છું. વધારે જોવાનો અવસર તો નથી, પરંતુ મજા આવી રહી છે.

ફેસબુક પર આ પોસ્ટ 3 દિવસ અગાઉ શેર કરવામાં આવી છે. પોસ્ટ કર્યા બાદ લોકોએ તેને ખૂબ શેર કરી. ઘણા લોકો તેને પસંદ કરી અને કમેન્ટ પણ કર્યા. એક વ્યક્તિએ લખ્યું કે, ‘શું કહાની છે. તે ખૂબ સારી છે.’ બીજા એક યુઝરે તેને અદ્દભુત કરાર આપ્યો. ત્રીજા યુઝરને તે ખૂબ પસંદ આવી. કેટલાક લોકોએ પોતાના મિત્રોને પણ આ આશામાં ટેગ કર્યા છે કે તેઓ એ વ્યક્તિને જાણતા હશે, જેના માટે પોસ્ટકાર્ડ મૂળ રૂપે લખવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp