ટામેટા બાદ પાકિસ્તાન પર આવ્યું મરચી સંકટ

PC: youtube.com

ભારત સાથે સંબંધો બગાડ્યા બાદ હવે પાકિસ્તાનમાં ફૂગાવો ફાટી નીકળ્યો છે. પહેલા તો ટામેટાના ભાવના લીધે પાકિસ્તાનીઓ રડ્યા તો હવે મરચી પણ આગ લગાવી રહી છે. પાકિસ્તાનમાં લીલા મરચાના ભાવ 400 રૂપિયા પ્રતિકિલોના ભાવે પહોંચ્યા છે. સરકાર વેપારીઓ પર આ બંને શાકભાજી નહીં વેચવાને લીધે દંડ પણ લગાવવાં મજબૂર થઇ છે.

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે બધા જ પ્રકારના શાકભાજી પાકિસ્તાનમાં નિકાસ કરવા પર 200 ટકા ડ્યુટી લગાવી દીધી હતી. એવામાં પાકિસ્તાનના લોકો માટે આ બંને શાકભાજી લેવા લગભગ અશક્ય બન્યા છે.

ભારત દ્વારા શાકભાજી મોકલવાનું બંધ કરવામાં આવતા જ્યાં પાછલા વર્ષે 24 રૂપિયામાં પ્રતિકિલો ટામેટા મળતા હતા હવે એ 200 રૂપિયાને પાર ગયા છે. હાલત એવી છે કે ટામેટા ધીરેધીરે દુકાનોમાંથી ગાયબ થઇ ગયા છે.

ટમેટાની જેમ લીલા મરચાં પણ પાકિસ્તાનમાં દેખાતા બંધ થઇ જાય તેવી સ્થિતિ છે. 2018માં મરચાંનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતો પરંતુ એક વર્ષમાં ભાવ 400 રૂપિયાના પાર થઇ ગયો છે.

પાકિસ્તાન સરકાર શાકભાજી વેચી રહેલા વેપારીઓને આ બે શાકભાજી નહીં વેચવા પર દંડ ફટકારી રહી છે પરંતુ જથ્થાબંધ માર્કેટના વેપારીઓ પર કોઇ કાર્યવાહી નથી કરી રહી. સરકારે આ બંને શાકભાજી માટે ભાવ નક્કી કરી લીધા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp