ઈઝારાયલના PM ભારત આવી ગયા: PM મોદીએ પ્રોટોકોલ તોડી કર્યું સ્વાગત

14 Jan, 2018
02:44 PM
PC: ndtv

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આજથી 6 દિવસીય ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હી, અમદાવાદ અને મુંબઈમાં તેમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નેતાન્યાહુ તાજ મહેલ જોવા આગરા પણ જવાના છે. સોમવારે વડાપ્રધાન મોદીની સાથે હૈદ્રાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે.

પાછલા વર્ષે જુલાઈ મહિનામાં પીએમ મોદી ઈઝરાયલ ગયા હતા. ભારતીય પીએમની પ્રથમ ઈઝરાયલ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે નવા સંબંધોની શરૂઆત થઈ હતી. વિદેશ મત્રાલયે કહ્યું કે પીએમ મોદી અને નેતાન્યાહુ સોમવારે બેઠક કરશે, જેમાં વિભિન્ન મુદ્દા પર વાતચીત કરવામાં આવશે.

નેતાન્યાહુએ ભારત આવતા પહેલા કહ્યુંકે આજે સાંજે હું ભારતની ઐતિહાસિક યાત્રા પર જઈ રહ્યો છું. હુંત્યાંના વડાપ્રધાન અને મારા મિત્ર નરેન્દ્ર મોદીને મળીશ. ભારતનાં રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓને મળવાનો છું. અમે અનેક કરારો પર હસ્તાક્ષર કરીશું. અમે ઈઝરાયલ અને દુનિયાની મહત્વપૂર્ણ તાકાતો સાથેના સંબંધોને વધુ વિકસિત કરીશું. અમારી સુરક્ષા, આર્થિક, વેપાર અને ટૂરિઝમ ક્ષેત્રોના હિતમાં છે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રોમાં પણ ફાયદો થશે. ઈઝરાયલ માટે એક મોટું વરદાન સાબિત થશે.

વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ(પશ્ચિમ એશિયા-ઉત્તરી અમેરિકા વિભાગ) બી.બાલા ભાસ્કરે કહ્યું કે બન્ને દેશોના પીએમ વચ્ચે પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ચર્ચાવામાં આવશે. આ સિવાય મહત્વના મુદ્દા પર મંત્રણા થવાની શકયતા છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.