26th January selfie contest

કોરોના રિકવરીના 2 વર્ષ પછી પણ ફેફસામાં પ્રોબ્લેમ આવી રહ્યા છે: સ્ટડી

PC: financialexpress.com

ચીનના વુહાનના સંશોધકોએ કોવિડથી સાજા થયેલા દર્દીઓ પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં સામે આવ્યું છે કે સાજા થયાના બે વર્ષ પછી પણ દર્દીઓના ફેફસામાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે. મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

'રેડિયોલોજી' નામની સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં 60 કરોડથી વધુ લોકો કોવિડથી સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તેમના કેટલાક અંગો, ખાસ કરીને ફેફસામાં, લાંબા સમય સુધી ઇંફેકશન રહી શકે છે.

 આ સંશોધન ચીનના વુહાનમાં આવેલી મેડિકલ કોલેજ ઓફ હુઆઝોંગ યુનિવર્સિટીઓ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વિંગ યી અને હેશુઇ શીએ કર્યું છે. આ સ્ટડીમાં કોવિડથી સાજા થયેલા 144 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 79 પુરુષ અને 65 મહિલાઓ હતી, જેમની એવરેજ ઉંમર 60 વર્ષ હતી.

આ એ દર્દીઓ હતા જે 15 જાન્યુઆરીથી  10 માર્ચ 2020ની વચ્ચે કોરોનામાંથી સાજા થયા હતા. આ લોકોના 6 મહિના, 12 મહિના અને 2 વર્ષમાં 3 વખત સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનમાં એ વાત સામે આવી હતી કે કોવિડથી સાજા થયા પછીના બે વર્ષ પછી પણ તેમના ફેફસામાં તકલીફ દેખાતી હતી. તેમના ફેફસામાં ફાઇબ્રોસિસ, હનીકોમ્બિંગ, સિસ્ટિક ચેન્જ જેવી અનેક પ્રકારની સમસ્યા જોવા મળી હતી.

સંશોધનમાં ખબર પડી કે 6 મહિના પછી 54 ટકા દર્દીઓને ફેફસાની પરેશાની હતી. તો બે વર્ષ પછી પણ 39 ટકા દર્દીઓના ફેફસા  પુરી રીતે સાજા નહોતા થયા. જ્યારે 61 ટકા એટલે કે 88 દર્દીઓનો ફેફસા સાજા હતા.સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દર્દીઓને શ્વાસ લેવા સંબંધિત સમસ્યા લાંબા સમય સુધી રહી હતી. 6 મહિના પછી 30 ટકા દર્દીઓને શ્વાસ લેવા સંબંધિત સમસ્યા હતા, જે વર્ષ પછી ઘટીને 22 ટકા થઇ ગઇ હતી.

સંશોધનમાં જણાવ્યા મુજબ, બે વર્ષ પછી પણ ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે બહાર આવ્યું છે કે બે વર્ષ પછી પણ, 29 ટકા દર્દીઓને પલ્મોનરી ડિફ્યુઝનની ફરિયાદ હતી. પલ્મોનરી ડિફ્યુઝન એટલે ફેફસામાં હવાની કોથળીઓ ઓક્સિજન કેવી રીતે પહોંચાડે છે તેને કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp