'આ દુનિયા ઈશ્વરે બનાવી નથી' એવું કહેનાર વિશ્વના પહેલા વૈજ્ઞાનિક હતા હોકિંગ

PC: ibtimes.co.uk

વિજ્ઞાન જગતમાં ‘ન ભુતો ન ભવિષ્યતિ’ બનીને રહી જનાર ડૉ. સ્ટીફન હોકિંગ આઇનસ્ટાઈન પછીનું લગભગ બીજું મગજ હશે. ફિજિક્સ જાણે તેમનો આત્મા હતો અને બ્રહ્માંડ એમનું શરીર. પૃથ્વી પરના એક માત્ર એવા વ્યક્તિ કે જે મનુષ્યનું નહીં પણ આખી દુનિયા સહિત બ્રહ્માંડનું પણ ભવિષ્ય જોઈ શકતા હતા. ભગવાન તો ના કહી શકાય પણ એક ધર્મની જેમ વિજ્ઞાનને લોકોની નસ નસમાં ભરી દેનાર એક માત્ર વૈજ્ઞાનિક એટલે ડૉ. સ્ટીફન હોકિંગ.

હોકિંગને ‘મોસ્ટ હેલ્ધી મેન ફ ધન વર્લ્ડ’ કહીએ તો પણ તેમાં કંઈ ખોટું નથી, કારણ કે 22 વર્ષની ભર જવાનીમાં ડૉક્ટરે તેમને આવીને કહેલું કે ‘ડીજનરેટીવ નર્વ્સ ડિસૉર્ડર’ હોવાને કારણે હવે તમારી પાસે જીવવા અને તમારા વિજ્ઞાનને સાબિત કરવા માટે ફક્ત 2.5 વર્ષ જ છે. તેમની જગ્યાએ જો આપણે હોઈએ તો આપણા પગ નીચેથી જમીન સરકી જાય, પણ ત્યાર પછી તો તેમણે જીવવાનું શરૂ કર્યું. એક ઈન્ટરવ્યુમાં ડૉ. સ્ટીફન હોકીંગ્સે જણાવ્યું હતું કે ‘21 વર્ષની ઉંમરમાં જ મારી બધી ઈચ્છાઓ શૂન્ય થઈ ગઈ હતી અને ત્યારબાદ જે કંઈ પણ મળ્યું તે જિંદગીએ આપેલું બોનસ છે’. વિજ્ઞાન તેમની જીદ બની ગઈ અને થોડા વર્ષમાં તેમણે વિજ્ઞાનને પોતાના તાબે કરી લીધું.

ઓછામાં પૂરું 42 વર્ષની ઉંમરે ન્યુમોનિયાના ઍટેકે તેમનો અવાજ છીનવી લીધો. એક જીવતી લાશની જેમ ખુરશી પર બેસેલો લાચાર માણસ કે જે કંઈ અનુભવી શકતો નહોતો, જેનું આખુ શરીર ઢીલું પડી ગયું હતું, શરીરની નસો વિખેરાઈ ગઈ હતી અને જેની પાસે સાબિતી હોવા છતા તે કંઈ સાબિત કરવા સક્ષમ નહોતો તેણે વિજ્ઞાનની દુનિયામાં એક ઈતિહાસ રચી દીધો. તેમની આ કમજોરી તેમની તાકાત બની ગઈ અને તેમણે તરંગમાંથી અવાજ ઉત્પન્ન કરીને દુનિયાને ‘રોબોટીક અવાજ’ની વ્યાખ્યા આપી. વ્હીલચેર પર બેસીને ફક્ત તેમના અવાજે જ માનવજાતને અદભુત સંશોધનો અને વિકાસના લાભો અપાવ્યા.

તેમણે તેમના શબ્દોમાં કહ્યું છે કે ‘હું વ્હીલચેરમાં બેઠો હોવાથી શારીરિક રીતે ભલે બંધાયેલો હોવ પણ મારા મન અને વિચારોથી હું આઝાદ છું’. 600 વર્ષ પછી તેમણે દુનિયાના વિનાશની આગાહી આપી છે. તેમણે કહ્યું હતું કે કવિઓ તેમની કવિતામાં કહે છે કે ‘નવી દુનિયા બનાવશું’ પણ ડૉ. હોકિંગ કહે છે કે કવિઓની આ કવિતાઓને સાચી કરો. જેવી રીતે ડાયનોસોર લુપ્ત થઈ ગયા એવી જ રીતે મનુષ્ય જાતિ પણ લુપ્ત થઈ જશે. 600 વર્ષ નીકળતા વાર નહીં લાગે. 1296 માં એટલે કે 600 વર્ષ પહેલા અલાઉદીન ખિલજી થઈ ગયા, જેનો આજે રણવીર સિંહ રોલ નિભાવી રહ્યા છે અને તે નજર સમક્ષ જ ઉભરાઈ આવે છે. બસ આવી જ રીતે 600 વર્ષ નીકળી જશે. કલ્પના ન કરવી જોઈએ પણ લોકો પાસે તે સમયે ભાગવા માટે કે બચવા માટે કોઈ રસ્તો નહીં હોય. એક તરફ સમુદ્વ ગોથા ખાતો હશે તો બીજી તરફ સુર્ય આગના ગોળા વરસાવતો હશે. આથી જ ચાંદ કે પાર ચલો, મંગળ પર નવી દુનિયા વસાવો અથવા તો પૃથ્વી જેવો બીજો ગ્રહ શોધો.

ડૉ. સ્ટીફન હોકીંગ્સે આજ સુધી મૃત્યુને હંફાવીને ભૈતિકશાસ્ત્ર, બીગ બેંગ અને બ્રહ્માંડ પર સંશોધન કરીને વિજ્ઞાન જગતને હચમચાવી નાખ્યું હતું. વિજ્ઞાન તેમના જનીનમાં હતું અને બ્રહ્માંડ તો જાણે તેમનું જગત હતું. બદનસીબે 72 વર્ષની ઉંમરે તેમની આ વિજ્ઞાનયાત્રા થંભી ગઈ.

(રુચિ લુણાગરીયા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp