યુદ્ધને ખતમ કરવાને લઈને પુતિન ગંભીર નથી, નુકસાનની કરે ભરપાઈઃ ઝેલેન્સ્કી

PC: digitaloceanspaces.com

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આઠમાં મહિનામાં પ્રવેશ કરવાનું છે. જોકે આ જંગ હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી શક્યું નથી. આ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા યુદ્ધ ખતમ કરવાને લઈને ગંભીર જોવા નથી મળી રહ્યું. સમાચાર એજન્સી એએફપીના કહેવા પ્રમાણે, બુધવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનના લોકો અમારા ક્ષેત્ર પર કબ્જો કરનારા વિરુદ્ધ સજાની માગણી કરી રહ્યા છે. સજા તેમના માટે પણ, જેમણે હજારો લોકોની હત્યા કરી છે. મહિલાઓ અને પુરુષોના ઉત્પીડન અને અપમાન માટે પણ તેમને સજા મળવી જોઈએ. 

ઝેલેન્સ્કીએ રશિયાને આ યુદ્ધ માટે જવાબદાર ઠેરવવા માટે ખાસ ટ્રિબ્યુનલ બનાવવાની અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ વળતર રકમની માંગ કરતા કહ્યું છે કે મોસ્કોએ આ યુદ્ધ માટે વળતર આપવું જોઈએ. ઝેલેન્સ્કીએ એવું પણ કહ્યું હતું કે રશિયા હંમેશાંથી જ ચર્ચા કરવા માટે ડરતું રહ્યું છે. રશિયા કોઈ પણ નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય દાયિત્વને પૂરુ કરવા નથી ઈચ્છતું. ઝેલેન્સ્કીએ આ પ્રતિક્રિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના એ સ્ટેટમેન્ટ પછી આવી છે, જેમાં તેણે પરમાણુ હુમલાના આદેશના સંકેત આપ્યા છે.

જણાવી દઈએ કે પુતિને રશિયાન 20 લાખ આરક્ષિત સૈનિકોમાંથી ત્રણ લાખને યુદ્ધ માટે યુક્રેન મોકલવાની જાહેરાત કરી છે. આ સૈનિક યુક્રેનના ડોનબાસ પર કબ્જો કરવા માટે લડાઈ કરશે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દુનિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવા દે. ઝેલેન્સ્કીએ રશિયાના કબ્જામાં આવેલા યુક્રેનના વિસ્તારોને મુક્ત કરાવવા માટે વિશ્વની મદદ માંગી છે. ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો અને અત્યાર પછી અત્યાર સુધી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

બંને દેશો વચ્ચે ઘણી વખત આ મુદ્દાને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ ફળદાયી રસ્તો નીકળ્યો નથી. થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરીને બને તેટલા જલદીથી આ યુદ્ધનો અંત લાવવા માટે કહ્યું હતું. જેના જવાબમાં પુતિને આ અંગે તેઓ વિચારશે તેવું જણાવ્યું હતું. પરંતુ ગઈકાલેજ પુતિને યુક્રેન સામેના યુદ્ધમાં પરમાણુ હુમલાના સંકેત આપ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp