ભારતમાં ભવિષ્યના પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂસ નક્કી કરશે, આજે આવી શકે છે નિર્ણય

PC: chinimandi.com

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વિયનામાં ઓપેક દેશોના પહેલા દોરની બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. સૂત્રોની માનીએ તો ઓપેક દેશોએ આપૂર્તિમાં ઘટાડો કરવાની સહમતિ બનાવી છે. જેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થઇ શકે છે. પરંતુ તે પહેલા ઓપેક સદસ્ય નોન ઓપેક દેશ રૂસ સાથે વાત કરવા જઇ રહ્યા છે.

જેથી માલૂમ પડી શકે કે શું રૂસ પણ આ બાબતે ઓપેક દેશોની સાથે રહેશે કે નહિ. જો રૂસ ઓપેક દેશનો સાથ આપતુ નથી તો ઓપેક સદસ્ય એકવાર ફરીથી આ અંગે વિચાર કરી શકે છે. મતલબ સ્પષ્ટ છે કે ભારતમાં હવે રૂસ નક્કી કરશે કે ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું હશે? ભાવ વધશે કે પછી ઘટશે. ઓપેક દેશ રૂસના એનર્જિ મીનીસ્ટર એલેક્ઝાન્ડર નોવાક સાથે મુલાકાત કરશે.આ પહેલા નોવાકે સેન્ટ પીટર્સ બર્ગમાં પ્રેસિડન્ટ વાલ્મીદી પુતિન સાથે મુલાકાત કરી હતી.

હવે તે ફરીથી વિયના તરફ પાછા ફરી રહ્યા છે. જેથી તે ઓપેક દેશો તરફથી મુલાકાત કરી ઓઇલ પ્રોડક્શનને લઇને વાત કરી શકે. ત્યાંજ એનર્જી ઇન્ફોર્મેશન એડમીનીસ્ટ્રેશન અનુસાર હાલના સપ્તાહમાં અમેરીકામાં 7.3 મિલીયન બેરલ ક્રૂડમાં ઘટાડો થઇ ચૂક્યો છે. જો આમ જ ચાલતુ રહ્યું તો, આવનાર દિવસોમાં તે એક મિલીયન બેરલ હજુ વધુ ઘટી શકે છે. ત્યાંજ 30 નવેમ્બરે પૂર્ણ થયેલ સપ્તાહમાં ઓઇલ ઇમ્પોર્ટમાં લગભગ 1.7 મિલીયનનો ઘટાડો જોવા મળ્યો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp