મેડિકલ સાયન્સમાં આ દેશનું પરાક્રમ, કેન્સરની વેક્સિન તૈયાર, કહ્યુ-મફતમાં લગાવશે

PC: jagran.com

રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, તેણે કેન્સરની રસી વિકસાવી છે, જે તેના નાગરિકોને મફતમાં આપવામાં આવશે. મીડિયા સૂત્રોના એક અહેવાલ અનુસાર, રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ચીફ એન્ડ્રી કેપ્રિને કહ્યું કે, વેક્સીન શોટ 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે. તેનો ઉપયોગ ટ્યુમરની રચનાને રોકવા માટે કરવામાં આવશે નહીં. રશિયન વૈજ્ઞાનિકોના અગાઉના નિવેદનો સૂચવે છે કે, દરેક શૉટ વ્યક્તિગત દર્દીને અનુરૂપ તૈયાર કરવામાં આવશે, જેમ કે પશ્ચિમી દેશોમાં કેન્સરની રસી વિકસાવવામાં આવી રહી છે.

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે, તે કેટલી અસરકારક રહેશે અથવા રશિયા તેને કેવી રીતે લાગુ કરશે. જ્યારે, રસીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

બાકીના વિશ્વની જેમ રશિયામાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. 2022માં કેન્સરના દર્દીઓના 635,000થી વધુ કેસ નોંધાયા હતા. કોલોન, સ્તન અને ફેફસાના કેન્સર રશિયામાં સૌથી સામાન્ય હોવાનું કહેવાય છે.

વ્યક્તિગત કેન્સરની રસીઓમાં રોગપ્રતિકારક તંત્રને દર્દીના કેન્સર માટે વિશિષ્ટ પ્રોટીનને ઓળખવા અને તેનો પ્રતિસાદ આપવાનું શીખવવામાં આવે છે. આ માટે, રસીઓ દર્દીની ગાંઠમાંથી RNA નામની આનુવંશિક સામગ્રીનો ઉપયોગ કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ કહ્યું હતું કે, તેમના દેશના વૈજ્ઞાનિકો કેન્સરની રસી પર કામ કરી રહ્યા છે અને તે અંતિમ તબક્કામાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 'અમે કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક છીએ.'

અન્ય દેશોએ પણ તેમની પોતાની વ્યક્તિગત કેન્સરની રસી વિકસાવવા પર કામ કર્યું છે. મે મહિનાની શરૂઆતમાં, ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ ચાર દર્દીઓ પર વ્યક્તિગત રસીનું પરીક્ષણ કર્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હાલમાં હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) સામે છ લાઇસન્સ પ્રાપ્ત રસીઓ છે, જે સર્વાઇકલ કેન્સર સહિત ઘણા કેન્સરનું કારણ બને છે, તેમજ હેપેટાઇટિસ B (HBV) સામેની રસીઓ છે, જે લીવર કેન્સરનું કારણ બની શકે છે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, રશિયાએ કોવિડ-19 માટે તેની પોતાની સ્પુટનિક V રસી પણ બનાવી અને તેને ઘણા દેશોમાં વેચી પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp