ચીનની વુહાન લેબમાં કોરોના કરતા ખતરનાક વાયરસ હોવાનો ArXivમા દાવો

PC: ft.com

કોરોના વાયરસ જેટલો જ ખતરનાક વધુ એક વાયરસ ટૂંક સમયમાં જ દુનિયાને હેરાન કરી શકે છે. સંશોધનકર્તાઓએ ચીનના વુહાનની લેબોમાં હજુ ઘણા પ્રકારના વધુ શક્તિશાળી અને ખતરનાક વાયરસ હોવાનો દાવો કર્યો છે. જેણે સૌની ચિંતા વધારી દીધી છે.

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કહેર મચાવવાનો શરૂ કરી દીધો છે. તો બીજી તરફ વધુ એક ડરાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસ જેટલો જ ખતરનાક વધુ એક વાયરસ ટૂંક સમયમાં જ દુનિયાને હેરાન કરી શકે છે. રિપોર્ટ અનુસાર, શોધકર્તાઓની એક ટીમે એવો દાવો કર્યો છે કે, ચીનના વુહાનમાં હજુ પણ ઘણા પ્રકારના નવા અને વધુ ખતરનાક કોરોના વાયરસ રહેલા છે. વૈજ્ઞાનિકોએ આ દાવો વુહાન અને ચીનના અન્ય શહેરોની કૃષિ પ્રયોગશાળાઓમાંથી મળેલા ચોખા અને કપાસના જિનેટીક ડેટાના આધાર પર કર્યો છે.

એક તરફ લોકો કોરોના વાયરસના કહેરને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે, જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો હશે તો ચીન તરફથી દુનિયાને વધુ એક મુસીબત મળી શકે છે. આ વાયરસ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે કૃષિ પ્રયોગશાળાઓમાં મેડિકલ રિસર્ચ સેન્ટર અથવા વાયરોલોજી લેબની જેમ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી હોતી.

આ શોધને ArXiv નામના પ્રીપિંટ સર્વરમાં પ્રકાશિત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચીનના વુહાન અને અન્ય શહેરોની કૃષિ પ્રયોગશાળાઓમાં માણસોને નુકસાન પહોંચડનારા ઘણા ખતરનાક વાયરસો રહેલા છે. જો તેને હાલ સુરક્ષિતરીતે કંટ્રોલ કરવામાં ના આવે તો તે દુનિયા માટે મોટી મુસીબત બની શકે છે.

ArXiv પર પ્રકાશિત આ રિપોર્ટને હાલ ભલે કોઈ એકેડેમિક જર્નલ અથવા કોઈ એક્સપર્ટે માન્યતા ના આપી હોય, પરંતુ આ સંશોધન ચોંકાવનારું જરૂર છે. વૈજ્ઞાનિકોએ કૃષિ પ્રયોગશાળાઓમાં રહેલા ચોખા અને કપાસના જિનેટીક સિક્વન્સના વર્ષ 2017થી 2020ની વચ્ચેના ડેટા લીધા છે. આ ડેટા પરથી જાણવા મળ્યું કે, ચીન પાસે નવા વાયરસોનો આખો ખજાનો છે, જે MERS અને SARS સાથે સંબંધિત છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ જિનેટીક ડેટા વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મેળવવામાં આવ્યા હતા. જેને લઈને હજુ પણ દુનિયાને શંકા છે કે આ લેબથી કોરોના વાયરસ કોવિડ-19 મહામારી ભૂલથી ફેલાઈ. જોકે, ચીનની સરકાર સતત આ વાતને નકારતી આવી છે. છતા પણ દુનિયાભરના વૈજ્ઞાનિકોને આ લેબ પર શંકા તો છે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp