પાકિસ્તાની મંત્રીનો ફરી લવારો, કહ્યું-ભારતને સુપરપાવર નહીં બનવા દે પાકિસ્તાન

PC: thgim.com

ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી પાકિસ્તાન બોખલાયેલું છે. કાશ્મીરના ગાંડપણમાં દુનિયાભરમાં તેની ટીકા થઈ રહી છે. છતાં કાશ્મીર તેમનાથી છૂટતું નથી. આતંરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ભારતને ધમકી આપી રહ્યું છે. તો પાકિસ્તાનના મંત્રી બડબોલા બની રહ્યા છે.

બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે, ભારત સાથે કોઈ પણ સમયે યુદ્ધ થી શકે છે. કાશ્મીરનો મુદ્દો દ્વીપક્ષીય વાતચીતથી હલ થઈ શકશે નહી. તેમણે UNના માનવાધિકાર પ્રમુખ મિશેલ બેશલેટને કાશ્મીરની મુલાકાત લેવાનો આગ્રહ પણ કર્યો. આ વાત કુરેશીએ UNHRC ના 42 માં સત્રમાં મીડિયાને સંબોધીને કહી હતી.

હવે પાકિસ્તાનના બડબોલા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે યુદ્ધની ધમકી આપી છે. તેમણે કહ્યુ,ઓક્ટોબર નવેમ્બર દરમ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું જોઈ રહ્યો છું. તેણે દેશની વચ્ચે યુદ્ધની તારીખોની પણ જાહેરાત કરી હતી

તેણે વધુમાં કહ્યું, ભારતે ધારા 370 અને 35A હટાવીને ભૂલ કરી નાખી છે. જેનાથી કાશ્મીરમાં 1947 જેવી સ્થિતિ બની જશે. પાકિસ્તાન ક્યારેય પણ ભારતને સુપરપાવર નહી બનવા દે. ભારત કાશ્મીર મુદ્દે અમારી પરીક્ષા લઈ રહ્યો છે જો ટકરાવ થશે તો યુદ્ધ થશે.હું ઓક્ટોબર નવેમ્બર દરમ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધ થતું જોઈ રહ્યો છું. અને આજે અહીંયા લોકોને તૈયાર કરવા માટે આવ્યો છું. પાકિસ્તાની સેના પાસે જે હથિયારો છે, તે માત્ર દેખાડવા માટે નથી. પણ ઉપયોગ કરવા માટે છે. અમે સંયુક્ત રાષ્ટ્રની સામે વારંવાર આ મામલો ઉઠાવ્યા કરશું. પાકિસ્તાન આખરી દમ સુધી કાશ્મીર માટે લડતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp