26th January selfie contest

બોડી શેમિંગ રોકવા માટે સ્પેનની સરકારે શરૂ કર્યું સમર કેમ્પેન, લખ્યું-ઓલ બોડીઝ...

PC: news.sky.com

દરેક મહિલાની શરીરની રચના જુદી-જુદી હોય છે, પોતાના વધેલા પેટ-કમર અથવા બોડી ફેટને લઈને મહિલાઓ બીજાની સામે અસહજ અનુભવે છે. મહિલાઓને આ જ સ્થિતિથી બહાર લાવવા માટે સ્પેનના સમાનતા મંત્રાલયે એવું પગલું ભર્યું છે, જેની પ્રશંસા થઇ રહી છે. સ્પેને મહિલાઓના પોતાના શરીર પ્રતિની કોઈ પણ નેગેટીવ વિચારને બદલવા માટે સમુદ્ર કિનારા પર ‘સમર કેમ્પ’નું આયોજન કર્યું છે. સમાનતા મંત્રાલયનું કહેવું છે કે, દરેક મહિલા પોતાની રીતે ખાસ છે, તેના શરીરની રચના જેવી પણ હોય, તે દરેક સમયે બીચ માટે હંમેશાં તૈયાર છે.

સામાજિક સેવા મંત્રી ઈયોન બેલારાએ કહ્યું કે, ‘ગરમી અમારી પણ છે’ના સ્લોગન સાથે આ સમર કેમ્પની શરૂઆત કરી, તેના પોસ્ટર પર વિભિન્ન શારિરીક રચનાની પાંચ મહિલાઓને બતાવવામાં આવી છે, નીચે લખ્યું છે કે, ‘ઓલ બોડીઝ આર બીચ બોડીઝ’ (બધા શરીર બીચમાં જવા માટે છે)

મહિલા સંસ્થાની પ્રમુખ એન્ટોનિયા મોરિલસે કહ્યું કે, ‘શારિરીક ઉપેક્ષાએ માત્ર મહિલાઓના આત્મસન્માનને પ્રભાવિત નથી કર્યું, પણ તેમને તેમના અધિકારોથી વંચિત પણ કરી દીધું છે, આ ન થવું જોઈએ, મહિલાઓ પોતાના શરીરને લઈને ક્યારેય પણ નેગેટીવ ન વિચારે. આનો મેસેજ આપવા માટે જ આ સમય કેમ્પનું આયોજન થયું છે.’

મહિલા સંસ્થાએ કહ્યું કે, ‘પોસ્ટરથી આ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, તમામ શરીર પોતાનામાં જ ખાસ છે અને માન્ય છે. દરેક રીતની મહિલાઓએ બીચ પર ગરમીનો આનંદ લેવો જોઈએ.’ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘આજે અમે બધા ગરમીનો આનંદ લઇ રહ્યા છે, અમારા શરીરના વિરુદ્ધ રૂઢીવાદી વિચારને પાછળ છોડીને સૌંદર્ય હિંસા વગર આપણે એવું કરીએ છીએ.’

જો કે, સ્પેનમાં દરેકને સરકારનું આ કેમ્પેન પસંદ નથી આવી રહ્યું, અનેક લોકોએ આના પર આપત્તિ વ્યક્ત કરી છે, અનેક લોકોએ કમેન્ટ કરી છે કે, શું આને ખાસ રીતે પુરુષ સમાજના વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. તેમજ, વામપંથી નેતા કાયો લારાએ કહ્યું કે, આ કેમ્પેન વાહિયાતપણાની હાઈટ છે.

જુનિયર સમાનતા મંત્રી નઝેલા રોડદ્રિગજ પામે ટ્વીટર પર તે પુરૂષો માટે એક મેસેજ પોસ્ટ કર્યો છે, જે માનતા હતા કે, મહિલાઓને સમુદ્ર કિનારે જવા માટે મંત્રાલયની પરમિશનની જરૂર નથી. તેમને લખ્યું કે, ‘અમે બીચ પર જઈએ છીએ, પણ અમે માની રહ્યા છે કે, અમે એક એવું શરીર બતાવવા માટે,  નફરતને આકર્ષિત કરીશું, તે ધોરણ નથી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp