સ્ટીફને 100 વર્ષોમાં માનવીને ધરતી છોડી દેવાની સલાહ આપી હતી અને...

PC: qz.com

દુનિયાને અલવિદા કહી દેનારા મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે થોડા સમય પહેલા જ ક્લાઈમેટ ચેન્જ પર જણાવતા માનવજાતિ માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ, વસ્તીવૃદ્ધિ અને ઉલ્કાપિંડના ટકરાવથી બચવા માટે માનવજાતિએ જલદી બીજી ધરતીની શોધ કરવી પડશે. જો આ શક્ય નહીં બને તો 100 વર્ષ બાદ પૃથ્વી પર માનવજાતિનું બચી રહેવું મુશ્કેલ બનશે.

હોકિંગે BBCની ડોક્યુમેન્ટરી 'એક્સ્પેડીશન ન્યૂ અર્થ'માં આ વાત કહી છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે, 600 વર્ષોમાં પૃથ્વી આગના ગોળામાં બદલાય શકે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, વધતી જનસંખ્યા અને ઉર્જાના વધતા જતા વપરાશને કારણે આગામી 600 વર્ષોમાં પૃથ્વી એક આગના ગોળામાં બદલાય શકે છે. આ સિવાય તેમણે સૂર્યના સૌથી નજીકના સ્ટાર પ્રોક્સિમા સેન્ટોરીમાં જવાની તેમની યોજનાનું સમર્થન કરવા માટે ઇન્વેસ્ટરોને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સ્ટીફન પૃથ્વીના વિનાશ અંગે ભવિષ્યવાણી કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp