કોલેજ સ્ટુડન્ટ એક મહિનામાં કમાયો 664 કરોડ રૂપિયા, રોકાણ માટે ઉછીના લીધેલા

PC: gearoftrade.com

કોલેજના એક વિદ્યાર્થીએ શેરબજારમાં 215 કરોડ રૂપિયા લગાવ્યા હતા. એક મહિના પછી જયારે તેણે શેરો વેચી દીધા ત્યારે 879 કરોડ રૂપિયા આવ્યા. મતલબ કે તેને એક મહિનામાં 664 કરોડ રૂપિયાની કમાણી થઇ. સ્ટુડન્ટે કહ્યુ કે આટલી મોટી કમાણી કરવાને કારણે મારા માતા પિતાને મારા અપહરણની ચિંતા સતાવતી હતી.

 આટલું વાંચીને તમે વિચારશો કે ભારતનો કોઇ સ્ટુડન્ટ હશે, પરંતુ, નહી, આ અમેરિકાનો 20 વર્ષનો વિદ્યાર્થી છે અને તેનું નામ છે જેક ફ્રીમેન. જેક સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તેણે Bed Bath and Beyond કંપનીના શેરો ખરીદ્યા હતા.

જેક ફ્રીમેને જુલાઇ મહિનાં 440 રૂપિયાના ભાવે Bed Bath and Beyond  કંપનીના 50 લાખ શેરો ખરીદ્યા હતા. એક મહિનામાં આ શેરનો ભાવ 2160 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ ભાવે જેકે બધા શેરો વેચી નાંખ્યા અને તેમાંથી તેને 664 કરોડ રૂપિયાનો નફો થયો.

જેક ફ્રીમેને કહ્યું કે, મેં મારા પરિવાર અને મિત્રો પાસેથી રૂપિયા ઉછીના લઇને શેરબજારમાં લગાવ્યા હતા. એક આડ વાત પણ સાથે કરી લઇએ. ગયા સપ્તામાં Bed Bath and Beyond કંપનીના CFO ગુસ્તાવો અર્નલે આપઘાત કરી લીધો હતો.ગુસ્તાવો પર ઇનસાઇડર ટ્રેડીંગનો આરોપ લાગ્યો હતો અને કેસ પણ થયો હતો. કંપનીના લોકોએ દાવો કર્યો હતો કે ગુસ્તાવોએ છેતરપિંડી કરીને કંપનીને 96 અરબ રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું.

હવે Bed Bath and Beyondના શેરનો ભાવ ફરી તળિયે આવીને 560 પર આવી ગયો છે.કંપનીએ અનેક સ્ટોર બંધ કરવાની અને કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. જો કે જેક ફ્રીમેને આ બધા પહેલાં જ ઉંચા ભાવે શેરો વેચી દીધા હતા.

DailyMail.com સાથેની વાતમાં જેક ફ્રીમેને કહ્યુ હતું કે મારા પેરન્ટસ ચિંતામાં હતા કે કયાંક મારું અપહરણ ન થઇ જાય. જેકે કહ્યુ કે મારા કાકા સાથે સ્ટોક્સ વિશે ચર્ચા કરી હતી અને 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.

જેક ફ્રીમેને કહ્યુ કે 664 કરોડ રૂપિયાની કમાણી પછી પણ તેની જિંદગીમાં કોઇ ખાસ બદલાવ આવ્યો નથી. તેણે કહ્યુ કે યુનિવર્સિટી કેમ્પસમાં મારા વિશે કોઇ જાણતું નથી અને હજુ મારે આગળ ભણવું છે. તેણે કહ્યુ કે કમાણીના રૂપિયાનું શું કરવું તેની હજુ સુધી કોઇ યોજના બનાવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp