તાલિબાન પ્રવક્તાનું ટ્વીટર અકાઉન્ટ એક્ટિવ પણ ટ્રમ્પનું બેન, USAમાં વિવાદ

PC: indiatvnews.com

અફઘાનિસ્તાન પર આ વખતે જ્યારે તાલિબાને કબ્જો કર્યો તેણે પોતાની નવી છવિ રજૂ કરવાની કોશિશ કરી. તેનું મોટું ઉદાહરણ એ પણ છે કે તાલિબાને પોતાના પ્રવક્તાઓના માધ્યમે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને પોતાની ગતિવિધિઓ વિશે જાણકારી આપી. પણ આ એક મુદ્દો બની ગયો છે.

અમેરિકામાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે જો તાલિબાન જેવા આંતકવાદી સંગઠનના પ્રવક્તાનું ટ્વીટર અકાઉન્ટ ચાલી શકે છે તો પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ બેન શા માટે છે.

અમેરિકામાં રિપલ્બિકન પાર્ટીના નેતા મેડિસને ટ્વીટ કરી આ સવાલ પૂછ્યો કે એવું શું કે તાલિબાનના પ્રવક્તાનું ટ્વીટર પર અકાઉન્ટ ચાલી રહ્યું છે પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નથી ચાલી રહ્યું. અમેરિકાની આ મોટી ટેક કંપનીઓ આખરે કોની બાજુ છે. આ ઉપરાંત પણ ઘણાં અન્ય નેતાઓએ આ મામલે મુદ્દો ઉઠાવ્યો છે.

ફેસબુકે પહેલાથી જ એલાન કરી દીધું હતું કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે એવામાં તેમનું અકાઉન્ટ કે તેમના સમર્થકોનું અકાઉન્ટ બંધ કરી દેશે. જોકે ટ્વીટરે આવું કર્યું નથી.

તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા અને સુલેહ શાહીન સતત ટ્વીટ કરી તાલિબાની સરકારના નિવેદનો બહાર પાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો અમેરિકામાં આ વર્ષની શરૂઆતમાં થયેલી હિંસા પછી ટ્વીટરે ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

ટ્વીટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટ્રમ્પ પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા હિંસાને ઉશ્કેરી રહ્યા છે. ટ્વીટરની સાથે સાથે ફેસબુક અને અન્ય અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ ટ્રમ્પને બેન કર્યા હતા.

તાલિબાન આ વખતે જ્યારે સત્તામાં આવ્યું છે તો તેણે તાલિબાન 2.0ની છવિ રજૂ કરી છે. એક તરફ તે સોશિયલ મીડિયા ચલાવી રહ્યું છે તો બીજી તરફ સતત પ્રેસ કોન્ફરન્સ કરી દુનિયા સાથે વાત પણ કરી રહ્યું છે. જોકે આ બધા દાવાઓથી અલગ તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની સ્થાનીય પરિસ્થિતિ કંઇક અલગ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp