નસીબદાર બિલાડી, એની નેટવર્થ જાણીને તમારા હોંશ ઉડી જશે, બોલિવુડ સ્ટાર્સ કરતા વધુ

PC: facebook.com/TaylorSwift

દુનિયાની એક જાણીતી સેલિબ્રિટીએ 3 બિલાડી પાળેલી છે, તેમાંની એક બિલાડી એવી છે જે બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સની નેટવર્થને પણ ટક્કર મારે છે.તમે એની નેટવર્થનો આંકડો સાંભળીને ચોંકી જશો અને ચોક્કસ કહેશો કે, બિલાડી કેટલી નસીબદાર છે.

 
 
 
View this post on Instagram

A post shared by Taylor Swift (@taylorswift)

પોપ્યુલર સિંગર ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સન વિશ્વના ત્રીજા સૌથી અમીર પાલતું પ્રાણીની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

ગ્રેમી એવોર્ડ વિનર સિંગર ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સન સૌથી અમીર પાલતુ પ્રાણીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નેટવર્થની બાબતમાં તે બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. અહેવાલ છે કે ઓલિવિયાની સંપત્તિ કરોડોમાં છે અને તે વિશ્વની ત્રીજી સૌથી અમીર પાલતુંપ્રાણી છે.

ટેલર સ્વિફ્ટ પાસે વર્ષ 2014થી બિલાડી ઓલિવિયા છે અને સિંગર તેની પાલતું કેટ સાથે ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે.

રોલિંગ સ્ટોન્સના અહેવાલ મુજબ, ઓલિવિયા બેન્સનની નેટવર્થ 97 મિલિય ડોલર છે, જેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો અંદાજે રૂ. 800 કરોડ થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સની સંપત્તિ ઓલિવિયા બેન્સન જેટલી નહીં હોય.

આ યાદી All About Cats વેબસાઈટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓલિવિયાનું મૂલ્ય ઇન્સ્ટાગ્રામ ડેટાના આધારે આંકવામાં આવ્યું છે. દરેક પાલતુ Instagram પર કેટલી કમાણી કરી શકે છે તેનો અંદાજ કાઢવા માટે વેબસાઇટે ડેટાનો ઉપયોગ કર્યો હતો. જો કે, ઇન્સ્ટાગ્રામ પર ઓલિવિયાના નામથી અલગ એકાઉન્ટ નથી, પરંતું તે મોટાભાગે ટેલર સ્વિફટના ઇન્સ્ટા એકાઉન્ટમાં જોવા મળે છે.

સિંગર ટેલર પાસે અન્ય બે પાલતું બિલાડી પણ છે, જેના નામ મેરેડિથ અને બેંજામિન બટન છે. જો કે, આ યાદીમાં માત્ર ઓલિવિયા બેનસનનું નામ જ સામેલ કરવામાં આવ્યું છે.

ઓલિવિયા બેનસન, ટેલર સ્વિફ્ટની સાથે અનેક મ્યૂઝિક વીડિયોમાં નજરે પડી ચૂકી છે. તેના મોટા ભાગના વીડિયોમાં કેટ ઓલીવિયા દેખાતી હોય છે. સોશિયલ મીડિયા પર ઓલીવિયા એકદમ લોકપ્રિય છે, એટલું જ નહીં ઓલીવિયાના નામથી અનેક ફેન કલબ પણ બનેલી છે. ફેન કલબમાં તમને બિલાડી ઓલીવિયાના ફોટો અને વીડિયો જોવા મળશે. ઉપરાંત ઓલીવિયા મોંઘી મોંઘી જાહેરાતોમાં પણ જોવા મળી છે. જેમ કે ડાએટ કોક, નેડ સ્નેકર્સ જેવા બ્રાન્ડ સામેલ છે. ઓલિવિયાની પોતાની મર્ચન્ડાઇઝ લાઇન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp