ઓનલાઇન ઓર્ડર કર્યો iPhone, ઘરે આવ્યું iPhone આકારનું ટેબલ

PC: aajtak.in

લોકોને ઓનલાઇન શોપિંગ કર્યા બાદ કેટલીક વખતે બોક્સમાં નકલી iPhone કે સાબુ મળી જાય છે. તેને લઈને તમે પહેલા પણ એવી ઘટનાઓ જોઈ કે તેના વિશે સાંભળ્યું હશે. આ વખતની ઘટના આ બધાથી અલગ છે. આ વખતે ઓનલાઇન ઓર્ડર કરવા પર iPhone તો મળ્યો પરંતુ તેની સાઇઝ માણસ જેટલી હતી. સ્માર્ટફોન્સની સ્ક્રીન સાઇઝ વધી રહી છે, પરંતુ માણસ જેટલી સ્ક્રીન સાઈઝના iPhoneને જોઈને તેને ઓર્ડર કરનારો યુવક હેરાન રહી ગયો.

આ યુવકે iPhone ઓર્ડર કર્યો હતો, પરંતુ તેની પેકિંગ ખૂબ મોટી હતી. ભૂલ ઇ-કોમર્સ વેબસાઇટની નહીં, પરંતુ યુવકની હતી. તેણે iPhoneની જગ્યાએ iPhone જેવુ દેખાતું ટેબલ ઓર્ડર કરી દીધું હતું. આ ઘટના થાઈલેન્ડની હોવાની કહેવામાં આવી રહી છે. Oriental Daily Maleysia મુજબ, એક ટીનેજરે ઇ-કોમર્સ વેબસાઇટ પર iPhoneની ઓછી કિંમત જોઈને તેનો ઓર્ડર કરી દીધો. ઓછી કિંમત પર iPhoneની ડીલ એટલી સસ્તી લાગી કે તેણે પ્રોડક્ટ બાબતે વાંચ્યું પણ નહીં. ઉતાવળમાં તેણે ઓર્ડર કરી દીધો.

તેને પોતાની ભૂલનો અનુભવ ત્યારે થયો, જ્યારે તેના ઘર પર iPhoneનું મોટું પેકેટ આવ્યું. એ પેકેટ તેના સાઇઝ જેટલી હતું. આ પેકેટમાં iPhone આકારનું ટેબલ હતું. iPhone આકારના ટેબલની કિંમત ઓરિજિનલ iPhoneથી ઘણી ઓછી હતી. જેના કારણે ટીનેજરે કંઈ પણ જોયા વિના તેણે ઓર્ડર કરી દીધો. iPhone આકારના ટેબલ સાથે એ છોકરાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. iPhone આકારનું કોફી ટેબલ લેવા પર છોકરો ખુશ પણ નજરે પડી રહ્યો છે.

આ કોફી ટેબલ iPhone 6sનો કોપી લાગી રહ્યું છે. બસ તેની સાઇઝ ખૂબ વધારે છે. તેમાં ઓરિજિનલ iPhoneની જેમ જ ટચ ID અને ફેક માઇક પણ આપવામાં આવ્યા છે. રોઝ ગોલ્ડ કલરનો છે. તેની સાથે જ તેના 4 પાયા પણ આપવામાં આવ્યા છે. ફેક iPhone કે સાબુની જગ્યાએ ટેબલ મળવું સારું લાગી રહ્યું છે. આ રીતેની બીજી ઘટનાની વાત કરીએ તો વર્ષ 2019મા બેંગ્લોરમાં એક વ્યક્તિને 93 હજારના iPhoneની જગ્યાએ iPhone કેમેરો સ્ટીકર સાથે મળ્યો હતો. ફોન iPhone XSની જેમ દેખાતો જરૂર હતો, પરંતુ તે Android પર ચાલી રહ્યો હતો. ત્યારબાદ ઇ-કોમર્સ કંપનીએ તેના ઓર્ડરને રિપ્લેસ કરીને ઓરિજિનલ iPhone તેને આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp