કંપનીએ 70 કરોડ ટેબલ પર પાથર્યા, કર્મચારીઓને કહ્યું જેટલા ગણાય એટલા તમારું બોનસ!

PC: news9live.com

કેટલીક કંપનીઓ ઉદારતાથી બોનસ આપે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક કંપની વિશે ચર્ચા ચાલી રહી છે. જોકે, આ કિસ્સો ચીનનો છે, પરંતુ ઘણા ભારતીયો ઈચ્છે છે કે, તેમની કંપની પણ કંઈક આવું જ કરે. ખરેખર, આ કંપનીએ તેના કર્મચારીઓને 70 કરોડ રૂપિયા જેટલું બોનસ આપ્યું છે.

જ્યારે કંપની બોનસ આપે છે, ત્યારે કર્મચારીઓ ખૂબ ખુશ થઇ જાય છે. જોકે, બોનસની રકમ એક મર્યાદામાં હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક ચીની કંપનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેની કર્મચારીઓને બોનસ આપવાની રીત ઇન્ટરનેટ વપરાશકર્તાઓના દિલ જીતી રહી છે. રિપોર્ટ અનુસાર, ક્રેન બનાવતી એક કંપની 'હેનાન માઇનિંગ ક્રેન કંપની લિમિટેડ'એ એક ટેબલ પર 11 મિલિયન સિંગાપોર ડૉલર (રૂ. 70 કરોડ-ભારતીય રૂપિયા) મૂક્યા અને તેના કર્મચારીઓને કહ્યું તેઓ 15 મિનિટમાં જેટલી રકમ ગણી શકાય તેટલી રોકડ લઇ જઈ શકે છે.

આ અનોખા કાર્યક્રમનો વીડિયો ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ડોઉયિન' અને 'વીબો' પર વ્યાપકપણે જોવામાં આવી રહ્યો છે, જેને પાછળથી ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં, એક મોટા ટેબલ પર ઘણી બધી ચલણી નોટો રાખવામાં આવી છે, જેને કર્મચારીઓ ઝડપથી ગણતા અને તેમના બોનસ તરીકે લઈ જતા જોવા મળે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ 15 મિનિટમાં 1 લાખ યુઆન (લગભગ 18.7 હજાર સિંગાપોર ડૉલર) એટલે કે 11,99,253.63 રૂપિયા ગણ્યા. બીજા કર્મચારીઓ પણ વધારેમાં વધારે ગણી શકાય તેટલા પૈસા એકઠા કરવામાં વ્યસ્ત હતા.

અહીં તમને જણાવી દઈએ કે, કંપનીએ 60-70 મીટર લાંબા ટેબલ પર પૈસા ફેલાવ્યા હતા અને 30-30 કર્મચારીઓની ટીમો બનાવી હતી. કંપનીએ એક નિયમ બનાવ્યો હતો કે, દરેક ટીમ 2 કર્મચારીઓ મોકલશે અને 15 મિનિટમાં તેઓ જેટલી પણ રકમ ગણશે તેટલી રકમ તે ટીમની થઇ જશે.

આ વીડિયો 28 જાન્યુઆરીએ @mothershipsg નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખાય ત્યાં સુધી 16 લાખ વ્યૂઝ અને 33 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, ઘણા વપરાશકર્તાઓએ આના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ નોંધાવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Mothership (@mothershipsg)

જેમ એક યુઝરે લખ્યું, મને આ પ્રકારનું પેપરવર્ક ગમે છે, પરંતુ મારી કંપની પાસે કંઇક બીજી જ યોજનાઓ છે. બીજાએ કહ્યું કે, મારા બોસ હસી રહ્યા છે. ત્રીજાએ કહ્યું, મારી કંપની પણ એવું જ કરે છે, પણ પૈસાને બદલે ઘણું બધું કામ આપે છે. જ્યારે બીજા યુઝરે કોમેન્ટમાં લખ્યું, ગુડ બોસ. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે, આ પદ્ધતિ કર્મચારીઓને પ્રેરિત કરે છે. ચાલો જોઈએ કે, આ બાબતે તમારો શું અભિપ્રાય છે? ટિપ્પણીઓમાં અમને જરૂર જણાવજો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2023માં પણ આ જ કંપનીએ વાર્ષિક રાત્રિભોજન દરમિયાન તેના કર્મચારીઓને મોટું બોનસ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp