વિદેશ જનારા માટે વેક્સીન લેવાના નિયમમાં આ ફેરફાર આવ્યા છે

PC: khabarchhe.com

કોરોના હળવો થતા ઈન્ટરનેશલ ફ્લાઈટો ફરી શરુ થઈ ગઈ છે ત્યારે લોકો એક દેશથી બીજા દેશ જઈ રહ્યા છે. અગાઉ વિદેશમાં જતા લોકો માટે કોરોના વેકિસનને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા હતા ત્યારે અત્યારે આ નિયમોમાં હળવો ફેરફાર પ્રિકોશન ડોઝને લઈને કરવામાં આવ્યો છે. સરકારે કોરોના સંક્રમણ ઘટતા બીજો ડોઝ બાદ નવ મહિના પછી પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી છે.

મનસુખ માંડવીયા આરોગ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપતા ટ્વીટ કરતા વધુમાં કહ્યું કે, વિદેશ જઈ રહેલા ભારતીય નાગરીકો કે અન્ય વિદ્યાર્થીઓ તેમની મુસાફરીના દેશની માર્ગરેખા પ્રમાણે પ્રિકોશન ડોઝ લઈ જઈ શકશે. કોવિન પોર્ટલ પર આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું.

ગત સપ્તાહે જ નવ મહિના માટે સલાહકાર સમિતિઓ પ્રિકોશન ડોઝ લેવાની ભલામણ કરી હતી. અત્યારે 18 વર્ષથી વધુ વયના તમામ લોકો બીજા ડોઝ પછી પ્રિકોશન ડોઝ લઈ શકે છે. જેથી વિદેશ જનાર માટે પણ 9 મહિના પછી પ્રિકોશન ડોઝની આ સૂચના લાગું પડી શકે છે. બીજા ડોઝ બાજ આ મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp