નાસ્ત્રેદમસની આગાહી, 2022માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પરમાણું બોંબનો થશે ઉપયોગ

PC: https://upkiran.org

ફ્રાન્સના ચર્ચિત એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસે આવતા વર્ષ માટે જે ભવિષ્યવાણી કરી છે તેની વાત કરતા પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઇએ કે આ માત્ર માહિતી આપવા માટે ન્યૂઝ લખી રહ્યા છીએ, ગભરાટ કે ડર ફેલાવવા માટે નહી. આ ભવિષ્યવાણીની અમે પૃષ્ટિ પણ નથી કરતા.

 ફ્રાન્સના એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસ વિશે આખી દુનિયા જાણે છે. તેમણે સેંકડો વરસ પહેલાં પુસ્તક લખીને દુનિયા માટે ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી તેમની અનેક ભવિષ્યવાણી સાચી પણ પડી છે. નાસ્ત્રેદમસના પુસ્તરમાં વર્ષ 2022 માટે જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે  ખુબ જ ગંભીર છે.

નાસ્ત્રેદમસના પુસ્તકમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે એટલે વર્ષ 2022માં દુનિયામાં એકદમ ખતરનાક પરમાણું વિસ્ફોટ થશે. બોંબને કારણે નિકળનારા રેડીઅશનથી દુનિયામાં કલાઇમેટ ચેન્જ થઇ જશે અને મોટા મોટા ગ્લેશિયર્સ એકદમ પિગળવા માંડશે. જેને કારણે સમુદ્રનું લેવલ વધી જશે અને ટાપૂ અને નાના નાના દેશો ડુબી જશે. એટલું જ નહી, પરંતુ રેડીઅશનની અસરને કારણે કરોડો લોકોના મોત થઇ શકે છે સાથે બચેલા લોકો પણ માંદગીમાં સપડાશે.

 ભવિષ્યવાણી મુજબ અનેક દેશો વચ્ચે યુધ્ધ થશે જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થશે. આ દરમ્યાન એક કુદરતી  ઘટના બનશે, જેને કારણે દુનિયામાં 3 દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે. આ પછી દુનિયામાં શરૂ થયેલા યુધ્ધ અચાનક બંધ થઇ જશે અને જયારે દુનિયામાં અજવાળું ફેલાશે ત્યાં સુધીમાં આધુનિકતાનો અંત આવી જશે અને માનવ જાતિ ફરી પાષાણ યૂગમાં આવી જશે.

નાસ્ત્રેદમસની આગાહી મુજબ વર્ષ 2022માં પૃથ્વીએ એક મોટી ખગોળીય ઘટનાનો પણ સામનો કરવો પડશે. આવતા વર્ષે બાહ્ય ગ્રહથી તુટીને એક એસ્ટરોઇડ એકદમ ઝડપથી પૃથ્વી સાથે ટકરાશે, આ એસ્ટરોઇડ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરીને મહાસાગરમાં ખાબકશે, તેની સાઇઝ એટલી મોટી હશ કે મહાસાગરમાં સુનામીની લહેરો ઉઠશે અને આસપાસના, કાંઠા વિસ્તાર સંપૂર્ણ પણે ખતમ થઇ જશે, હજારો લોકોના મોત થશે.

 નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં દાવો કરવામાં આવ્યો છે કે  માણસે જે કમ્યપૂટર અને રોબાટ બનાવ્યા છે તે જ વર્ષ 2022માં મુશ્કેલી ઉભી કરશે. કમ્પ્યૂટર અને રોબાટ માનવ જાતિ માટે ભસ્માસૂર બનશે. આવા રોબોટા મનુષ્યના મગજ પર કબ્જો કરીને પોતે આઝાદ અને બેકાબુ બની જશે.

 આગાહીમાં કહેવા મુજબ આવતું વર્ષ ફ્રાન્સ માટે અત્યંત ભારે રહેશે. ફ્રાન્સમાં વર્ષ 2022માં એક મોટું તોફાન આવશે જેની અસર આખી દુનિયા પર પડશે. આને કારણે દુનિયામાં ખેતીના પાક અને વનસ્પતિ નષ્ટ થઇ જશે. એસ્ટ્રોલોજરના કહેવા મુજબ દુનિયામાં ભુખમરો, દુકાળ ફેલાશે અને આગ લાગવાની મોટી ઘટનાઓ પણ જોવા મળશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનું માનીએ તો આવતા વર્ષે દુનિયાની અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ આવશે. આવતા વર્ષે બિટકોઇન, સોના-ચાંદીને જ સંપત્તિ માનવામાં આવશે અમેરિકી ડોલરમાં ભારે કડાકો બોલી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp