જાણો દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિની એક કલાકની કમાણી

PC: vanityfair.com

અમેરિકાનાં કેટલાક ખૂબ જ ઘનવાન લોકો એક કલાકમાં જેટલા રૂપિયા કમાય છે, એટલા રૂપિયા ઘણા લોકો પોતાની આખી જિંદગીમાં પણ કદાચ ન કમાઈ શકે. જો તમે આ અરબપતિઓની વાર્ષિક આવકને 8760 (આખા વર્ષનાં કલાકો)માં ડિવાઈડ કરો તો તમને તેમની દર કલાકની કમાણીનો આંકડો પણ હેરાન કરી દેશે. આજે, આવા જ કેટલાક લોકોની એક કલાકની કમાણીની વાત કરવામાં આવી છે...

જેફ બેઝોસ

Amazonનાં સંસ્થાપક જેફ બેઝોસ હાલ દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ છે. Apple બાદ Amazon એક ટ્રિલિયન ડોલર સ્ટોક વેલ્યૂવાળી દુનિયાની બીજા નંબરની કંપની બની ગઈ છે. જેફ બેજોસ દર કલાકે 4,474,885 ડોલર (32 કરોડ રૂપિયા) કમાય છે.

માર્ક ઝુકરબર્ગ

સોશિયલ મીડિયા સાઈટ Facebookનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ વિશ્વનાં સર્વાધિક ધનવાન વ્યક્તિઓમાંથી એક છે. તેનાં ધન ભંડારમાં દર કલાકે આશરે 1,712,328 ડોલર (આશરે 12 કરોડ રૂપિયા) આવે છે.

એલિસ વોલ્ટન

રિટેલ સેક્ટરની વિશાળકાય અમેરિકી કંપનીનાં ફાઉન્ડરની દીકરી એલિસ વોલ્ટન દુનિયાની સૌથી ધનવાન મહિલા છે. તેની દર કલાકની કમાણી 1,392,694 ડોલર (આશરે 10 કરોડ રૂપિયા) છે.

લૈરી પેજ

Googleનાં સહ સંસ્થાપક લૈરી પેજ દુનિયાનાં સૌથી ધનવાનોમાં સામેલ છે. તેની સંપત્તિ દર કલાકે 924,657 ડોલર (6.61 કરોડ રૂપિયા) વધી જાય છે.

એલન મસ્ક

ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની Teslaનાં CEO એલન મસ્કને દર કલાકે આશરે 684,391 ડોલર (4.89 કરોડ) ની આવક થાય છે.

કાઈલી જેનર

કાઈલી કોસ્મેટિકની ફાઉન્ડર અને ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2018માં ટોચ પર રહેલી કાઈલી જેનરની કમાણી દર કલાકે 19006 ડોલર (13 લાખ રૂપિયા) છે.

બિયોન્સે

ફેમસ અમેરિકી સિંગર બિયોન્સે કમાણીની બાબતમાં અન્ય સિંગર્સ કરતાં ઘણી આગળ છે. તેની દર કલાકની કમાણી 6849 ડોલર (આશરે 5 લાખ રૂપિયા) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp