સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે આ દેશ

PC: aajtak.in

સમુદ્રમાં કોરોડ ટન માટી નાખીને ડેનમાર્ક દ્વારા એક શહેરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેશની સાંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી પણ આપી દીધી છે.આ નવા શહેરમાં 35 હજાર લોકોને રહેવા માટે ઘર મળશે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આધુનિક શહેર તરીકે અહીં તમામ સુવિધાઓ લોકોને મળશે. કૃત્રિમ દ્વીપનું નિર્માણ કોપેનહેગન પોર્ટને સમુદ્રના વધતા જળ સ્તરથી બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. લિનેટહોમ નામના આ વિશાળ દ્વીપને રિંગ રોડ, ટનલ અને મેટ્રો લાઈનના માધ્યમથી ડેનમાર્કની રાજધાની કોપનહેગન સાથે જોડવામાં આવશે.

આ દ્વીપનો આકાર એક વર્ગ મીલ એટલે કે 2.6 વર્ગ કિલોમીટર હશે. જો બધુ સારું રહ્યું તો આ પરિયોજના પર આ વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરી દેવામાં આવશે. સમુદ્રમાં શરૂ થનારી આ પરિયોજનાને લઈને પર્યાવરણવિદોનું સ્ટેટમેન્ટ અલગ છે. તે આ દ્વીપના નિર્માણને લઈને ચિંતિત છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના વિરોધનો પણ આ પ્રોજેક્ટે સામનો કરવો પડી શકે છે. જ્યારે આ પરિયોજનાને લઈને સુરક્ષાના એક્સપર્ટ્સ ખાસ ધ્યાન આપી રહ્યા છે.

ડેનમાર્કમાં બની રહેલા આ નવા દ્વીપની ચારેબાજુ એક બંધ બનાવવામાં આવશે, જેનાથી સમુદ્રના વધતા જળ સ્તર અને તોફાનની લહેરોથી બંદરની સુરક્ષા કરવામાં આવી શકે. જો આ પરિયોજના તેના નક્કી કરેલા સમયે શરૂ થઈ ગઈ તો વર્ષ 2035 સુધી તેનો મોટાભાગનું કામ પતી જશે. 2070 સુધી તેનું નિર્માણ કાર્ય પૂરુ થવાની આશા છે. જોકે યુરોપીય કોર્ટ સમક્ષ આ દ્વીપના નિર્માણને લઈને કેટલાંક પર્યાવરણ સમૂહોએ અરજી દાખલ કરી છે. તેમનું માનવું છે કે જો આ પરિયોજના પર કામ કરવાનું શરૂ થઈ જશે તો તેના માટે કાચો માલ લઈ જનારી રોજની 350 ટ્રકો કોપનહેગનમાંથી પસાર થશે, જેનાથી શહેરના રસ્તાઓ પર ન માત્ર વાહનોની સંખ્યા પરંતુ પ્રદૂષણ પણ વધશે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દ્વીપનો આકાર લગભગ 400 ફૂટબોલ મેદાનને બરાબર છે. જેના માટે આશરે 8 કરોડ ટન માટીની આવશ્યકતા પડશે. પર્યાવરણવિદોનું માનવું છે કે આ દ્વીપના નિર્માણથી સમુદ્રના પારિસ્થિતિક તંત્ર અને પાણીની ગુણવત્તા પ્રભાવ પડી શકે છે. ડેનમાર્કના ડેનિશ બ્રોડકાસ્ટર ડીઆરના કહેવા પ્રમાણે, શુક્રવારે વિધાયકના પક્ષમાં 85 અને વિપક્ષમાં 12 મતો સાથે હારવા પછી કોપનહેગનમાં સાંસદ ભવનની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા હતા અને ચિંતા જતાવી હતી કે આ દ્વીપના નિર્માણથી કોપનહેગનમાં ભારે ટ્રકો પસાર થશે અને પ્રદુષણની માત્રામાં વધારો થશે.

કેટલાંક પ્રદર્શનકારીઓની એ પણ દલીલ હતી કે નવેમ્બરમાં થનારા સ્થાનીય ચૂંટણી પહેલા આ દ્વીપના નિર્માણને લઈને નિર્ણય લેવો જોઈએ નહીં. ડેનમાર્કની સરકાર પ્રમાણે દેશા ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટું નિર્માણ પરિયોજનામાંની એક છે. પર્યાવરણવિદોની ચિંતાઓને જોતા ડેનિશ રોડ ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સના પ્રમુખ કેરીના ક્રિસ્ટીનસને કહ્યું છે કે માલ લાવવા અને લઈ જવા માટે પરિવહનના બીજા પણ રસ્તાઓ છે. જે પર્યાવરણને નુકસાન પહોંચાડશે નહીં. જોકે તેના માટે ખર્ચો વધારે આવશે અને તેના માટે સરકારી અધિકારીઓની મંજૂરી જોઈશે. વીજળીથી ચાલતા ટ્રકો ન તો અવાજ કરે છે ન તો CO2નું ઉત્સર્જન કરે છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp