આંતરરાષ્ટ્રીય દબાણ વધતા મસૂદ અઝહર પર ચીનનો સૂર બદલાયો

PC: ndtv.com

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્ચિક આતંકવાદી જાહેર કરવાના ભારતના અભિયાનને સફળતા મળી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય ચીને કહ્યું છે કે આ મામલે જલદી જ ઉકેલ શોધી લેવામાં આવશે. મસૂદ અઝહર પર લાવવામાં આવેલો પ્રસ્તાવ પૂર્ણ રીતે ફગાવવામાં નથી આવ્યો, અમે તેના પર વાત કરી રહ્યા છે.

ભારતમાં ચીનના રાજદૂત લૂઓ ઝાઓહુઇએ કહ્યું કે, UNSC 1267ની યાદીમાં મસૂદ અઝહરને રાખવા મામલે જલદી જ નિર્ણય કરવામાં આવશે. આ મામલો ટેકનિકલ છે અને અમે તેના પર વાત કરી રહ્યા છીએ. મારા પર વિશ્વાસ કરો કે આ મામલો જલદી જ ઉકેલી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, મસૂદ અઝહર વિશે અમે જાણીએ છીઅ અને ભારતની ચિંતાઓ પણ ખબર છે.

ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહરને વૈશ્ચિક આતંકવાદી જાહેર કરવા ફ્રાન્સે પ્રસ્તાવ આપ્યો હતો. અમેરિકા અને બ્રિટન આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, પરંતુ પ્રસ્તાવ પાસ થવાના થોડા સમય પહેલા જ ચીને વીટો વાપરીને પ્રસ્તાને ટેકનિકલ હોલ્ડ પર રાખ્યો હતો. ચીનના આ પગલા બાદ અમેરિકા સહિતના ઘણાં દેશો નારાજ થયા છે. અમેરિકાએ કહ્યું હતું કે, જો ચીન આ મામલે ગંભીર ન હોય તો બીજો રસ્તો શોધવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp