આ ખેલાડી રેસમાં એટલી ધીમી દોડી કે દેશને લાગી શરમ, માગી માફી

PC: indy100.com

ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રમતમાં સોમાલિયાના એક ખેલાડીના નામે એવો રેકોર્ડ નોંધાયો કે, તેના માટે દેશે માફી માંગવી પડી. આ ઉપરાંત અધિકારીઓને બરતરફ કરવા ત્યાંના શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.

વાસ્તવમાં, 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સોમાલિયાએ 100 મીટરની દોડવીર નાસરા અબુબકર અલીને મેદાનમાં ઉતારી હતી. શિખાઉ દોડવીરે વિજેતા કરતાં લગભગ બમણો સમય લીધો. ત્યારથી, સોમાલિયામાં સ્પોર્ટ્સ અધિકારીઓને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પછી, સોમાલિયાના રમતગમત પ્રધાન મોહમ્મદ બેરે મોહમૂદે આ ગેમ્સમાં નસરા અબુબકર અલીને દેશના પ્રતિનિધિ તરીકે પસંદ કરવા બદલ દેશની માફી માંગી છે. રિપોર્ટ અનુસાર, નસરા અબુબકર અલીને કોઈપણ ઉચ્ચ સ્તરીય રમત સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ નહોતો.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સના એક વીડિયોમાં જોવા મળે છે કે, સોમાલિયન એથ્લેટ નાસરા અબુબકર અલી ટૂંક સમયમાં શોટ (રમત)માંથી બહાર થઈ જશે, અને ત્યાર પછી તે હસતી હસતી તે રેસને પૂરી કરે છે. રિપોર્ટ અનુસાર, અબુબકરે 100 મીટરની રેસ 21.81 સેકન્ડમાં પૂરી કરી હતી. જે વિજેતા દ્વારા લેવામાં આવેલા સમય કરતાં પુરા 10 સેકન્ડ વધુ છે.

સોમાલિયાના ખેલ મંત્રી મોહમ્મદ બરે મોહમૂદે આ ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું, 'આજે જે (ચીનમાં) થયું. તે સોમાલી લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. અમે આ માટે સોમાલી લોકોની માફી માંગીએ છીએ.'

રિપોર્ટ અનુસાર, નસરા અબુબકર અલીને કથિત રીતે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો આ અગાઉ કોઈ પણ પ્રકારનો અનુભવ નહોતો. ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું કે તેને શા માટે પસંદ કરવામાં આવી.

સોમાલિયાના રમત મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર, સરકારે 'ધ સોમાલી એથ્લેટ ફેડરેશન'ના મહિલા અધ્યક્ષ ખાદીજ અદેન દાહિરને સસ્પેન્ડ કરી દીધા છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નસરા અબુબકર અલીની ઓળખ ન તો ખેલાડી અથવા ન તો દોડવીર તરીકે કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા યુઝર એલ્હામ ગરાડે સોમાલિયા સરકાર પર આકરા પ્રહાર કરતાં લખ્યું, 'આવી અક્ષમતા જોઈને નિરાશાજનક છે. તેઓ (સરકાર) વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સોમાલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે અપ્રશિક્ષિત એથ્લેટ કેવી રીતે પસંદ કરી શકે?, આ ખરેખર આઘાતજનક છે અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશની છબી ખરાબ થઈ રહી છે.'

એક અખબારી યાદી બહાર પાડીને, સોમાલી યુનિવર્સિટીઓના એસોસિયેશને કહ્યું છે કે, તેણે વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં દેશ વતી સ્પર્ધા કરવા માટે કોઈ રમતવીરની પસંદગી કરી નથી. જ્યારે, સોમાલી એથ્લેટિક્સ ફેડરેશને કહ્યું છે કે, તે તપાસ કરશે કે કેવી રીતે અને કયા આધારે અબુબકર અલીની પસંદગી કરવામાં આવી.

આ પહેલીવાર નથી કે, જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સોમાલિયાના ખેલાડીઓની પસંદગીને લઈને વિવાદ થયો હોય. અગાઉ 2016 રિયો ઓલિમ્પિકમાં સોમાલિયા દ્વારા મોકલવામાં આવેલી એથ્લેટ મેરિયન નુહ મ્યુઝને લઈને વિવાદ થયો હતો. મરીન નુહ મેવસે 400 મીટરનું અંતર કાપવામાં 1 મિનિટ 10 સેકન્ડથી વધુ સમય લીધો હતો. જ્યારે સરેરાશ સમય 48 સેકન્ડનો છે. જોકે ઘણા લોકોએ રેસમાં ભાગ લેવા બદલ સોમાલી રનરના વખાણ પણ કર્યા હતા.

2012માં લંડન ઓલિમ્પિકમાં પણ સોમાલિયાની એથલીટ મોહમ્મદ ફરાહે 1 મિનિટ 20 સેકન્ડથી વધુ સમય લીધો હતો. જે વિજેતાના સમય કરતા લગભગ 30 સેકન્ડ વધુ હતો. આ પછી, એથ્લેટને સોમાલિયાના કેટલાક લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. જેઓ માનતા હતા કે મહિલાઓએ રમતગમતમાં ભાગ લેવો જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp