આ કારણે જાપાનમાં સરકાર કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસ રજા આપશે

PC: x.com

ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી છે કે, આવતા વર્ષના એપ્રિલ મહિનાથી મેટ્રોપોલિટન સરકારી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનો વિકલ્પ હશે. આ યોજનાનો ઉદ્દેશ્ય જાપાનની ઘટતી જતી જનસંખ્યાને રોકવાનો છે. આ નિયમ આવતા વર્ષે એપ્રિલથી લાગુ થશે.

ઘટતો જતો જન્મ દર સુધારવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં સરકાર તરફથી એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી ઓફિસમાં અઠવાડિયામાં 4 દિવસ કામકાજ નિયમ લાગુ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, હવે લોકોએ અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કામ કરવું પડશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી હતી કે, આવતા વર્ષે એપ્રિલથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનો વિકલ્પ હશે.

ઉદાહરણ તરીકે, છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, લોકો તેમના બાળકોના ઉછેરના કારણે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડે છે. લોકોને સંતાન ન થવા પાછળ આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનન દર નોંધપાત્ર રીતે બગડ્યો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ઘણી નવી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે.

ગવર્નર કોઈકેએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે, કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે. આ પહેલ જાપાની યુગલોમાં બાળકને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવાની છે.

ટોક્યો વહીવટી તંત્ર અનુસાર, આ સ્કીમ એવા વાલીઓ માટે પણ મદદરૂપ થશે, જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે, જેનાથી તેમના પગારમાં પણ સંતુલિત ઘટાડો થશે.

ગયા વર્ષે, જાપાનમાં માત્ર 727,277 જન્મ નોંધાયા હતા. એવું કહેવાય છે કે આ અછત દેશના ઓવરટાઇમ વર્ક કલ્ચરનું પરિણામ છે, જે મહિલાઓને કારકિર્દી અને કુટુંબ વચ્ચે પસંદગી કરવા દબાણરૂપ બને છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય શ્રીમંત રાષ્ટ્રોની તુલનામાં વધુ છે, જેમાં મહિલાઓની ભાગીદારી 55 ટકા અને પુરુષોની 72 ટકા છે.

ચાર-દિવસીય વર્ક-વીક ફ્રેમવર્ક 2022માં 4 ડે-વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવ્યું હતું. સામેલ 90 ટકાથી વધુ કર્મચારીઓએ આ શેડ્યૂલ જાળવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી. સિંગાપોર જેવા અન્ય એશિયન દેશોએ પણ લવચીક કામના કલાકો ઓફર કરવા પર ભાર મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp