ટ્રમ્પે વધુ એક ગુજરાતીને મોટુ સ્થાન આપ્યું, પટેલને FBIનો વડો બનાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ત્યારે જ ચર્ચા હતી કે મૂળ ગુજરાતના પટેલ યુવકને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (FBI)માં મોટું પદ મળી શકે છે. શનિવારે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયો પ્લેટફોર્મ પર જાહેરાત કરી કે કશ્યપ પટેલ કે જેમને કાશ પટેલ તરીકે અમેરિકામાં ઓળખવામાં આવે છે તેમને FBIના ડિરેક્ટર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ પહેલા 2019માં ટ્રમ્પના કાર્યકાળમાં કાશ પટેલે અનેક જવાબદારીઓ સંભાળી હતી.
કાશ પટેલનો જન્મ આમ તો અમેરિકાના ન્યુયોર્કમાં થયો છે, પરંતુ તેમના મૂળિયા ગુજરાતના વડોદરામાં છે. તેમના પિતા અમેરિકામાં એર એરલાઇન્સ કંપનીમાં કામ કરતા હતા.
કાશ પટેલ અમેરિકામાં કાયદામાં ગ્રેજ્યુએટ થયા પછી 9 વર્ષ સરકારી વકીલ તરીકે કામ કર્યું અને કાશ પટેલ માટે એવું કહેવાય છે કે, આ માણસ ટ્રમ્પ માટે કઇં પણ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp