USAમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ડૉક્ટરનું મોત, HIV ગ્રસ્તોની મદદ કરતા

PC: youtube.com

12 ઓક્ટોબરના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ જાણીતા ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ હોવાની માહિતી મળી રહી છે. વિમાન ક્રેશને કારણે કેટલાક મકાનોને મોટું નુકસાન થયું. આ દુર્ઘટનાના કારણે કેટલાક મકાનોમાં આગ લાગી ગઈ હોવાની પણ માહિતી મળી રહી છે.

આ ઘટનામાં ડૉક્ટર સુગાતા દાસનું મોત થયું હતું. અરિઝોના યુમા રીજનલ સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જે વિમાન ક્રેશ થયું છે તે બે એન્જીન ધરાવતું અને તેનું નામ સેસના સી 340 હતું. આ ઘટનામાં જે ડૉક્ટર સુગાતા દાસનું અવસાન થયું છે. ડૉક્ટર સુગાતા દાસ બંગાળી પરિવારમાંથી આવતા હતા. તેમનો જન્મ બંગાળમાં થયો હતો અને તેમનો ઉછેર પૂણેમાં થયો હતો. આ વિમાન ડૉક્ટર સુગાતા દાસનું હતું.

ડૉક્ટર સુગાતા સાસ અમેરિકમાં પાવર ઓફ લવ ફાઉન્ડેશનના ડિરેક્ટર હતા. તેઓ આ NGOના માધ્યમથી વિદેશમાં HIV ગ્રસ્ત બાળકો અને મહિલાઓની મદદ કરતા હતા. તેમને બે સંતાનો છે. તેઓ પરિવારની સેન ડીએગોમાં રહે છે. વિમાન ક્રેશ દુર્ઘટના કેલિફોર્નિયાના સંતાના હાઈસ્કૂલ પાસે બનવા પામી હતી.

આ ઘટનામાં બે મકાન બળીને ખાખ થઇ ગયા હતા. તો આ બે મકાનમાં લાગેલી અન્ય મકાનોમાં લાગે તે પહેલા જ ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી. જે વિમાન ક્રેશ થયું છે તે વિમાનની અંદર 6 લોકો બેસી શકે છે. પણ આ ઘટના સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની કોઈ માહિતી મળી શકી નથી.

આ ઘટનાને લઇને અરિઝોના યુમા રીજનલ સેન્ટરના ચીફ મેડીકલ ઓફિસર ભરત માગુએ જણાવ્યું હતું કે, ડૉક્ટર સુગાતા દાસના વિમાનની દુર્ઘટના થવાની માહિતીથી અમને પણ દુઃખ થયું છે. તેમનું વિમાન કેલીફોર્નીયા નજીક ક્રેશ થયું છે. તેઓ ખૂબ સારા કાર્ડિયોલોજિસ્ટ હતા. અમે આ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે સંબેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનામાં મૃત્યુ પામનાર બીજો વ્યક્તિ UPS કાર્યકર્તા છે. તે આ ઘટના બની તે સમયે જમીન પર કામ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp