બ્રેક્ઝિટ પર બ્રિટનના ટ્રાન્સપોર્ટ મંત્રીએ આપવું પડ્યુ રાજીનામું

PC: democraticaccent.com

બ્રિટનના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર જો જોનસને બ્રેક્ઝિટ મુદ્દા પર પ્રધાનમંત્રી ટેરેસા મેની સરકાર તરફથી રાજીનામું આપ્યું છે. બ્રેક્ઝિટ સમર્થક પૂર્વ વિદેશ મંત્રી બેરિસ જોનસનના નાના ભાઇ જો જોનસને યુરોપીય સંઘમાં બ્રિટનની સદસ્યતા પર ફરીથી લોકોનો મત જાણવાનું આહ્વાન કર્યું છે.

કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ જો જોનસન 2005થી 2008 વચ્ચે નવી દિલ્હીમાં "ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સના" પત્રકાર રહી ચુક્યા છે. બ્રેક્ઝિટના મુદ્દા પર બેરિસ જોનસને જુલાઇમાં વિદેશમંત્રી પદથી રાજીનામું આપ્યુ હતું. પોતાના ભાઇથી વિપરીત જો જોનસને યુરોપીય સંઘમાં બની રહેવા માટે વોટ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp