26th January selfie contest

UNમાં ભારતની સિંહ ગર્જના, આતંકના ઉત્પાદક પાક. પાસેથી નથી શીખવા કોઈ આદર્શ

PC: theconversation.com

સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવખત પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકારના ગીત ગાવાનું શરૂ કર્યું છે. જેની સામે ભારતે એનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે UN મંચ પરથી સ્પષ્ટતા કરી દુનિયાને સંદેશ આપ્યો છે કે, આંતકવાદના જન્મદાતા અને પોતાને ત્યાં લઘુમતીમાં રહેલા લોકોનું શોષણ કરતા પાકિસ્તાન અમને માનવાધિકારના પાઠ ન ભણાવે. સમયાંતરે પાકિસ્તાનની નાપાક પ્રવૃતિઓનો દુનિયા સામે પર્દાફાશ થયો છે. હવે કાશ્મીરમાં માનવાધિકારના બેનર હેઠળ પોતાની વાત પુરવાર કરે છે.

પાકિસ્તાનનું સમર્થન કરતા તુર્કીને પણ ભારતે સારા અને સાચા શબ્દોમાં ટોણો માર્યો છે. UN માનવાધિકાર પરિષદના 45માં સત્ર દરમિયાન પાકિસ્તાન, તુર્કી અને IOCએ કાશ્મીરને લઈને કેટલાક ખોટા આરોપ લગાવ્યા હતા. જેની સામે ભારતે વાંધો ઊઠાવ્યો હતો. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ઈન્દ્રમણી પાંડેએ જવાબ આપતા કહ્યું કે, માનવાધિકારને ભારતીય બંધારણમાં મૂળ નાગરિક અધિકાર તરીકે સામિલ કરાયો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલા બદલાવ બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના લોકોને એ જ મૂળભુત અધિકાર મળ્યા છે. જે ભારતના અન્ય રાજયના નાગરિકોની પાસે છે. કોરોના વાયરસની મહામારી છતાં લોકતાંત્રિક રીતે સામાજિક અને આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો છે. પાકિસ્તાનનું નામ લીધા વગર ઉમેર્યું કે, આ બધુ એક દેશ તરફથી વિકાસની પ્રક્રિયાને પાટા પરથી ઊતારી મૂકવા માટે આતંકી ઘુસણખોરી કરાવ્યા છતાં બહાર આવી રહ્યું છે.ભારતીય સ્થાયી મિશનના પ્રથમ સચીવ પવન બાથેએ કહ્યું કે, પાયાવિહોણા, ખોટા અને મનફાવે એવા આરોપથી ભારતને બદનામ કરવાનું કાવતરૂ ઘડવાની પાકિસ્તાનને આદત પડી ગઈ છે. ખુદ પાકિસ્તાન, બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને સિંઘમાં લોકોની દુર્દશા માનવાધિકારની પોલ ખોલે છે. ભારત જ નહીં દુનિયાનો કોઈ પણ દેશ અન્ય કોઈ દેશ પાસેથી માનવાધિકારનું ભાષણ સાંભળવા રાજી નહીં થાય. જે પોતાના જાતિય, ધાર્મિક લઘુમતીઓને સતત પરેશાન કરતો હોય. આતંકીઓને પેન્શન આપવામાં ગર્વ અનુભવતા પાકિસ્તાન પાસે એવા વડાપ્રધાન છે જે જમ્મુ કાશ્મીરમાં લડવા માટે આતંકીઓને ટ્રેનિંગ આપવાની વાત સ્વીકારને ગૌરવનો વિષય માની રહ્યા છે. આ ઉપરાંત તુર્કીને પણ આ કેસમાં વચ્ચે ટાપસી ન પૂરાવવા માટે ભારતે ચેતવણી આપી છે. તુર્કીએ આતંકવાદના મામલે કોઈ ખોટી ટિપ્પણી ન કરવી જોઈએ. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે. આતંકી અડ્ડાઓને ફડિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાને ઘણી વખત ખોટી રીતે સત્તાનો ઉપયોગ કર્યો છે. OIC તરફથી કાશમીર મુદ્દે ભારતે આ મહત્ત્વની બેઠકમાં કહ્યું કે, OIC તરફથી રજૂ કરવામાં આવેલા સદર્ભ સાથે અમે સહમત નથી. આ કોઈ વાતનો ભારત સ્વીકાર પણ કરતું નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp