ભારતીય આદિલ ખાનની દુબઈમાં લાગી લોટરી, 25 વર્ષ સુધી દર મહિને મળશે આટલા રૂપિયા

PC: businesstoday.in

38 વર્ષીય એક ભારતીય આર્કિટેક્ટને યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ના મેગા પુરસ્કાર ડ્રોનો પહેલો વિજેતા જાહેર કર્યા બાદ 25 વર્ષો સુધી દર મહિને 5.5 લાખ રૂપિયા મળશે. ધ ખલિજ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશના આજમગઢના મોહમ્મદ આદિલ ખાન, જે 5 વર્ષથી દુબઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરી રહ્યો છે. તેણે પહેલી વખત એમિરેટ્સ ડ્રોના FAST 5 ગેમમાં ભાગ લીધો અને વિજેતા બન્યો. મોહમ્મદ આદિલ ખાને કહ્યું કે, તે એક શુભેચ્છા ઇ-મેલ જોઈને હેરાન રહી ગયો, જેમાં તે તેનો વિજેતા હોવાની જાણકારી આપવામાં આવી.

મોહમ્મદ આદિલ ખાને ખલીજ ટાઇમ્સને જણાવ્યું કે, જ્યારે મને મેલ મળ્યો તો શરૂઆતી ઝટકો ઉત્સાહમાં બદલાઈ ગયો. જ્યારે મને આયોજકો પાસેથી ફોન આવ્યો તો હું ખૂબ અભિભૂત હતો. મને તેના પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો અને મને એમ લાગી રહ્યું હતું કે હું રિટાયર થઈ શકું છું અને મારું ભવિષ્ય સુરક્ષિત છે. મને લાગે છે કે હું જલદી સેવાનિવૃત્ત થઈ ગયો છે. પોતાના ભાઈનું કોરોનાના કારણે નિધન થયા બાદ ખાન પરિવારમાં કમાતો એકમાત્ર વ્યક્તિ છે અને તેનું કહેવું છે કે, તે પોતાના આખા પરિવારને UAE લઇ જવા માગે છે અને પોતાના ભત્રીજાઓને અહીંની શાળામાં એડમિશન અપાવવામાં માગે છે.

તેણે આગળ કહ્યું કે, આ જીત માત્ર મારી નથી, મારા પરિવારમાં દરેકની પર્થનાના કારણે સંભવ થઈ, સર્વશક્તિમાન ખુદાએ અમારા પર પોતાનો આશીર્વાદ બનાવી રાખ્યો છે. આ રકમ મિત્રો અને વિસ્તારીત પરિવાર, કલ્યાણ અને દાન માટે પણ જશે. જ્યારે મોહમ્મદ આદિલ ખાનને વિજયી નંબરોને પસંદ કરવાની રણનીતિ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘જે મનમાં આવ્યો, પસંદ કરી લીધો. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેને જીતવા માટે વ્યક્તિએ તેમાં સામેલ થવું પડશે.

આ મેગા પુરસ્કાર એમિરેટ્સ ડ્રોનું આયોજન કરનારા ટાઇચેરોસના માર્કેટિંગ હેડ પોલ ચેડરે કહ્યું કે, ‘અમને લોન્ચના આઠ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં FAST 5 માટે પોતાના પહેલા વિજેતાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. અમે તેને FAST 5 એટલે કહીએ છીએ કેમ કેમ કે તે કરોડપતિ બનવાની સૌથી તેજ રીત છે. આ પ્રકારના પુરસ્કાર વિજેતાને અમે આગામી 25 વર્ષ સુધી નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp