પોતાના જ પાંચ બાળકોની હત્યા કરનાર નરાધમ બાપને કોર્ટે આપી આ સજા

PC: thestate.com

પોતાના પાંચ બાળકોની હત્યના ગુનામાં દોષી જાહેર કરવામાં આવેલા એક અમેરિકન વ્યક્તિને ગુરૂવારે મોતની સજા સંભળાવવામાં આવી હતી. જો કે તેની પત્નીએ પતિની જીવતો છોડી મૂકવાની માગ કરતા કહ્યું હતું કે તેના બાળકો તેને ઘણો પ્રેમ કરે છે. આરોપી ટિમોથી જોન્સની આ મામલાની સુનાવણી દરમિયાન તેના વકીલે દલીલ આપી હતી તે ટિમોથી સીઝોફ્રેનિક હોવાથી તેની સામે આ મામલામાં કેસ ચાલી શકે નહી.

ટિમોથી જોન્સને 2014માં પોતાના 5 બાળકો જેમની ઉંમર એક વર્ષથી 8 વર્ષની વચ્ચે હતી તેમની હત્યા કરવાના મામલે ગત વર્ષે દોષી જાહેર કરવામાં આવ્યો હતો. દોષી જોન્સની પૂર્વ પત્નીએ જ્યારે પોતાના પૂર્વ પતિને જીવતો રાખવાની અપીલ કરી તો કોર્ટ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. તેની પૂર્વ પત્ની અંબર કેઝરે કહ્યું કે, તેને મારા બાળકો પર કોઇ પણ પ્રકારની દયા ન દાખવી પરંતુ મારા બાળકો તેને પ્રેમ કરતા હતા અને આ હું મારા તરફથી નહીં પરંતુ મારા બાળકો તરફથી કહી રહી છું.

કેઝરે કહ્યું કે તેને બાળકોને જોન્સ પાસે એટલા માટે રાખ્યા હતા કારણ કે કોમ્પ્યુટર એન્જીનિયર તરીકે તે મારા કરતા વધારે કમાતો હતો. ઉલ્લેખનીય છે કે જોન્સે કોર્ટમાં કહ્યું હતું કે તેને શક હતો કે તેનો 6 વર્ષનો દીકરો પોતાની મા સાથે મળીને તેની સામે ષડયંત્ર કરી રહ્યો હતો તેથી તેને બાળક પાસે ત્યાં સુધી કસરત કરાવી જ્યાં સુધી તેની મોત ન થઇ ગઇ.

ત્યારબાદ તેને 4 અન્ય બાળકોનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને શવોમાં અલબામાની પહાડીઓમાં લઇને ફરી રહ્યો હતો અને ફેંકવા પહેલા 9 દિવસ સુધી લાશોને કારમાં રાખી હતી. કારમાંથી દુર્ગંધ આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp