મસૂદ વિરુદ્ધ વિશ્વના દેશો એક થયા, US-UK અને ફ્રાન્સ કરી રહ્યા છે ચીન સાથે વાતચીત

PC: aljazeera.com

જૈશ-એ-મોહમ્મદના આકા આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની પહેલ ફરીથી શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ મામલામાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ચીન સાથે વાત કરી છે. વાતચીતમાં સુરક્ષા પરિષદના ત્રણ સભ્ય દેશોએ મસૂદ અઝહર વિરુદ્ધ ચીનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ વાતચીત પોઝીટીવ રહી અને ટૂંક સમયમાં જ આ મામલામાં સારા સમાચાર આવી શકે છે.

મામલાના જાણકાર લોકોના જણાવ્યા અનુસાર, જો આ પ્રયાસ છતા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં નહીં આવશે તો ત્રણ સ્થાયી સભ્યો આ મદ્દે વાદ માટેનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી શાખામાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યુ છે. જણાવી દઈએ કે, ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો હતો. આ પ્રસ્તાવને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને રજૂ કર્યો હતો.

એવું માનવામાં આવી રહ્યુ છે કે, પ્રસ્તાવના મૂળ પ્રાયોજક છેલ્લાં 50 કલાકોથી ચીન સાથે સદ્ભાવના વાર્ચા કરી રહ્યા છે, જેને મામલાના જાણકાર લોકોએ સમજૂતીનું નામ આપ્યું છે. તેનો મતલબ એવો થયો કે, અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકવાદી તો જાહેર કરાશે, પરંતુ તેને માટે તેને મસૂદને આતંકવાદી જાહેર કરતી વખતે ઉપયોગમાં લેવાતી ભાષા એવી હશે, જે ચીનને સ્વીકાર્ય હોય.

માનવામાં આવી રહ્યુ છે કે, ચીને અઝહરને આતંકવાદી જાહેર કરવાની ભાષામાં કેટલાક બદલાની માગ કરી છે અને અમેરિકા, બ્રિટન તેમજ ફ્રાન્સ તે બદલાવો અંગે વિચાર કરી રહ્યુ છે. આ ત્રણેય દેશોએ એવા સંકેત આપ્યા છે કે, જો પ્રસ્તાવનો મૂળ ભાવ નહીં બદલાય અને અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આ તો તેઓ ભાષામાં બદલાવ કરવાના ચીનના અનુરોધને માનવા માટે તૈયાર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp