ભારત આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ હું નંબર 1 અને PM મોદી નંબર 2

PC: newindianexpress.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચશે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા દિલ્હી અને અમદાવાદ પણ જશે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે હજારો લોકોની સભાને સંબોધિત કરી શકે છે. આ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં રાખવામાં આવશે. જેને દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહેવામાં આવી રહ્યું છે.

ભારત પ્રવાસ પહેલા શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી છે. જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી અને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગનો ઉલ્લેખ કર્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરી, મને લાગે છે કે આ મોટુ સન્માન છે. માર્ક ઝુકરબર્ગે હાલમાં જ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર 1 છે. બીજા નંબરે ભારતના પ્રધાનમંત્રી મોદી છે. જોકે, હું આવતા બે અઠવાડિયામાં ભારત જઈ રહ્યો છું. જેના માટે ઉત્સાહિત છું.

ભારત પ્રવાસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આ મહિને તેઓ પોતાની પહેલી ભારત યાત્રાને લઈને ઉત્સુક છે. તેમણે સંકેત આપ્યા હતા કે ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર કરારો થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે તેમની ટ્વીટમાં કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા ખાસ છે, સાથે જ તે ભારત-અમેરિકાની મિત્રતાને વધારે મજબૂત બનાવવાની દિશામાં અગત્યની ભૂમિકા ભજવશે.

જોકે, અમેરિકન રાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને એક વિવાદ પણ સામે આવ્યો છે. અમદાવાદની મુલાકાત દરમિયાન ટ્રમ્પને ઝુપડીઓ દેખાઈ નહીં તે માટે AMCએ ઈંદિરા બ્રિજથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી જોડનારા રોડના કિનારે વસેલી ઝુપડીઓની આગળ દિવાલ બનાવી છે. આ દિવાલ એટલા માટે બનાવવામાં આવી રહી છે, જેથી ટ્રમ્પને તે ઝુપડીઓ દેખાઈ નહીં. અમદાવાદ મહાનગર પાલિકાની મેયર બિજલ પટેલે આ બાબતે કહ્યું કે, મેં નથી જોયું, મને આ બાબતે જાણકારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp