26th January selfie contest

અફઘાનિસ્તાનની આર્થિક મદદ કરશે અમેરિકા, 64 મિલિયન ડૉલરની કરી જાહેરાત

PC: financialexpress.com

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને મધ્યસ્થ સરકારની રચના બાદ અમેરિકાએ સોમવારે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તે અફઘાનિસ્તાનની જનતા માટે 64 મિલિયન ડૉલરની મદદ કરવા જઈ રહ્યું છે. મીડિયા હાઉસ ટોલો ન્યૂઝે જાણકારી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન)માં અમેરિકી રાજદૂત લિન્ડા થોમ્પસન ગ્રીનફિલ્ડે આર્થિક સહાયતને માનવીય સહાયતાના રૂપમાં બતાવી હતી.

જમીની હાલત બાબતે અને આંકલન કર્યા બાદ ભવિષ્યમાં વધુ આર્થિક રાશિ આપવા પર વિચાર કરશે. અમેરિકા પહેલા ચીન પણ અફઘાનિસ્તાન સરકારને મદદ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. ચીને 200 મિલિયન યુઆન (31 મિલિયન ડૉલર)ની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. તેમાં ફૂડ સપ્લાઈ અને કોરોના વેક્સીન પણ સામેલ છે. ચીને કહ્યું કે નવી મધ્યસ્થ સરકારની સ્થાપના અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા યથાવત કરવા માટે એક જરૂરી પગલું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અફઘાનિસ્તાનમાં આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવતા અપીલ કરી હતી કે અમેરિકા અને અન્ય દેશોએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવી જોઈએ.

અમેરિકી રાજદૂત લિન્ડા થોમ્પસન ગ્રીનફિલ્ડે પણ આ વાતની જાણકારી ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે અમેરિકા અફઘાનિસ્તાનના લોકો માટે નવી માનવીય સહાયતાના રૂપમાં લગભગ 64 મિલિયન ડૉલર પ્રદાન કરી રહ્યું છે. આ નવી નાણાકીય સહાયતા યુનાઇટે નેશન અને આંતરરાષ્ટ્રીય NGOના કામનું સમર્થન છે. લિન્ડા થોમ્પસન ગ્રીનફિલ્ડે સાથે જ અન્ય દેશોને પણ અપીલ કરતા કહ્યું કે અમે અન્ય દેશોને એકજૂથતા દેખાડવાનો આગ્રહ કરીએ છીએ અને નાણાકીય સહાયતા માટે આ તત્કાલીન અપિલને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે માનવીય કાર્યકર્તાઓ સાથે ઊભા રહ્યા જેથી જરૂરિયાતમંદ અફઘાનોના જીવનને બચાવી શકાય.

 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેનારાઓને અફઘાનિસ્તાનના લોકોને માનવીય સહાયતા પ્રદાન કરવા માટે કહ્યું હતું. સાથે જ ગુટરેસે તાલિબાનને, સહાયતા એજન્સીઓને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની મંજૂરી આપવા પણ આહ્વાન કર્યું હતું. 9/11ના આતંકી હુમલા બાદ અમેરિકા અને નાટોની સેનાઓ અફઘાનિસ્તાન ગઈ હતી. જ્યાં 20 વર્ષ સુધી રહ્યા બાદ ઑગસ્ટ મહિનામાં પરત ફરી ગઈ હતી. અમેરિકી સેનાની વાપસી બાદ જ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખરાબ થવા લાગી હતી.

15 ઑગસ્ટના રોજ તાલિબાનીઓએ રાજધાની કાબુલ પર કબજો કરતા જ આખા દેશ પર શાસન કરવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા. 31 ઑગસ્ટના રોજ અમેરિકી સેનાએ સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાને ગત દિવસોમાં મધ્યસ્થ સરકારની રચના કરી હતી, જેમાં મુલ્લા હસન અખુંદ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે તો વૈશ્વિક આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીને નવા ગૃહ મંત્રીના રૂપમાં જવાબદારી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp