કોરોના સામે લડવા અમેરિકાએ જાહેર કર્યું 150 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ

PC: nbcnews.com

કોરોનાની મહામારીના સંકટથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અમેરિકાએ 2 લાખ કરોડ ડૉલર (આશરે 150 લાખ કરોડ રૂપિયા) ના રાહત પેકેજનું એલાન કર્યું છે. અમેરિકી સાંસદ એ પાસ પણ કરી દીધું છે. આ સમાચાર બાદ દુનિયાભરના શેર માર્કેટમાં રોનક પરત આવી છે. ભારતીય શેરમાર્કેટના મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેંસેક્સમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં વ્હાઈટ હાઉસ અને સાંસદના બંને પક્ષના નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થાને ધ્યાને લઈને 2 લાખ કરોડ ડૉલરનું રાહત પેકેજ આપવા સહમતી દર્શાવી હતી.

 

આ પેકેજનો હેતુ કર્મચારીઓ, વ્યાપારીઓ અને આરોગ્ય સેવાઓને મજબુત બનાવવાનો છે. વ્હાઈટ હાઉસના સહાયક એરિક ઉલેન્ડ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે સફળ થયા છીએ, સમજૂતી થઈ ચૂકી છે. આ અસાધારણ આર્થિક રાહત પેકેજથી વધુને વધુ અમેરિકનવાસીઓને પ્રયત્ક્ષ ચૂકવણી કરવામાં આવશે. બેરોજગારને પણ લાભ થશે, જ્યારે નાના વેપારીઓને 367 અબજ ડૉલરની મદદ કરવાનો કાર્યક્રમ શરૂ થઈ કરવામાં આવશે. જેથી ઘરે બેઠેલા મજૂરોને યોગ્ય સમયે વેતનની ચૂકવણી થઈ શકે. આ સિવાય વિમાન અને આરોગ્સ સંબંધી સેવાના મોટા ક્ષેત્ર માટે એક ખાસ પેકેજની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના વાયરસને અમેરિકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી. બુધવારે એશિયાના માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ 2.9 ટકાથી વધીને લગભગ 28 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે અમેરિકી બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ 3.5 ટકાથી વધીને 25 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. લોકડાઉન અને પ્રવાસ પર પ્રતિબંધને કારણે બંનેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય બાકીના તેલ ઉત્પાદકો સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે યુદ્ધને કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. રાહત પેકેજની આશાથી અમેરિકી શેરમાર્કેટમાં જોરદાર ઉછળા સાથે માર્કેટ બંધ થયું હતું. બેન્ચમાર્ક ડાઉજોન્સ 11.4 ટકા ઉછળ્યો હતો. વર્ષ 1993 બાદ આ સૌથી મોટી તેજી માનવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp