શું ખરેખર કુવૈતમાં સુષ્મા સ્વરાજને રામ મંદિર મુદ્દે સપોર્ટ મળ્યો?

PC: ANI

ભારતમાં રામ મંદિરને લઈને હાલ માહોલ ખૂબ જ ગરમ છે. રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે રોજે રોજ કંઈકને કંઈક નિવેદનો આવી રહ્યાં છે ત્યારે સાત સમંદર પાર કુવૈત ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કોઈ આરબે રામ મંદિર બનવું જોઈએ તેવું ગાઈને સમર્થન કર્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલું સત્ય છે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. કારણ કે, જો આ પ્રકારની કોઈ વાત હોય તો વિદેશના મીડિયામાં તેની નોંધ લેવાઈ હોવી જોઈએ, પરંતુ તેવું કશું થયું નથી. છેલ્લાં 48 કલાકમાં સોશિયલ મીડિયામાં લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. 

તાજેતરમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આરબ દેશ કુવૈતની મુલાકાતે ગયાં હતા. સુષ્માની એક સભામાં કોઇ આરબ ગાય કે રામ મંદિર બનવું જોઇએ એવું સમર્થન કરતાં રામનું ભજન ગાયું હતું તેવો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી છે. આ અંગે જાણકારોનો દાવો છે કે આ ક્લિપ નેગેટિવ ન્યૂઝનો એક પ્રકાર છે અને સુષ્માની કુવૈત મુલાકાત વખતે આવું કશું બન્યું નહોતું.  બન્યું હોય તો ઇન્ટરનેશનલ મીડિયામાં તેની નોંધ જરૂર લેવાઇ હોત. વીડિયોમાં સુષ્મા સ્વરાજ બેઠાં છે એમની બાજુમાં ભારતીય પોશાક પહેરેલો અન્ય એક અધિકારી બેઠો છે અને સુષ્માની ડાબી બાજુએ અરબી પોષાક પહેરેલો માણસ ઊભો છે જેના હાથમાં માઇક્રોફોન છે. એ કંઇક ગાઇ કે કહી રહ્યો છે. જોકે હાલ આ વીડિયોની કોઈ સત્યતા સામે આવી રહી નથી. પરંતુ રામના નામે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં માઝા મુકી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp