ભારતને UNSCનું સ્થાયી સભ્ય બનાવવામાં શું છે મુશ્કેલી? નેહરુ પર કેમ આંગળી ઉઠે છે

PC: edition.cnn.com

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનું 77મુ સત્ર શરૂ થઇ ચૂક્યુ છે. આ સત્ર દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટની દાવેદારીનું સમર્થન કર્યું છે. જોકે, આવું પહેલી વખત નહીં થયું. આ રીતના નિવેદન કેટલાક દેશોથી લગભગ દર વખતે સાંભળવા મળે છે. ત્યાર બાદ પણ ભારતને આજ સુધી તેનું સ્થાયી સભ્ય નથી બનાવાયું. તેના બે મોટા કારણ છે. તેનું પહેલું મોટુ કારણ એ છે ચીન અને બીજુ કારણ છે સીટોમાં ફેરફાર માટે UN ચાર્ટરમાં સંશોધન.

ચીન ભારતની આ દાવેદારીમાં એમ કહીને વીટોનો ઉપયોગ કરતું આવ્યું છે કે, જો ભારત તેનું દાવેદાર હોઇ શકે તો પછી પાકિસ્તાનને કેમ પાછળ છોડવામાં આવે. તમને જાણીને નવાઇ લાગશે કે, ચીન UNSCની ભારતની સ્થાયી બેઠકની દાવેદારીમાં અડચણ ઊભી કરે છે તે ચીનને આ પરિષદનું સ્થાયી સભ્ય બનાવવા માટે ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ કડવી ખરી પણ સત્ય વાત છે કે, કોંગ્રેસના નેતા શશિ થરૂરે તેનો ઉલ્લેખ પોતાની એક બૂકમાં નેહરૂ ધ ઇનવેન્શન ઓફ ઇન્ડિયામાં પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ જ UNમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને સ્થાયી સભ્ય બનાવવાની વકીલાત કરી હતી. વર્ષ 1949માં UNએ ચીનને સુરક્ષા પરિષદનું સભ્યપદ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. 1950માં ભારત ચીનના આ પક્ષમાં વકીલાત કરનારું સૌથી મોટું સમર્થક હતું.

ભાજપની સરકારે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ આ વાતને લઇને એક ટ્વીટ 14મી માર્ચ, 2019ના રોજ કરી હતી, જેમાં કહેવાયું હતું કે, કાશ્મિર અને ચીનને લઇને સતત એક જ વ્યક્તિએ મોટી ભૂલો કરી હતી. તેમણે લખ્યુ હતું કે, પંડિત નેહરૂએ મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં પણ આ વાતનું સમર્થન કર્યું હતું. કે, ચીનને સુરક્ષા પરિષદનું સભ્યપદ મળવું જોઇએ. જો આમ ન થશે તો ચીન સાથે અન્યાય થશે. જેટલીએ આ દરમિયાન પંડિત નેહરૂના ઓગસ્ટ 1955માં લખેલા પત્રનો હવાલો આપ્યો હતો.

ભારતને સુરક્ષા પરિષદ બનાવવાની રાહમાં એક સમસ્યા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં સંશોધન પણ છે, જે અત્યાર સુધી નથી કરવામાં આવ્યું. સુરક્ષા પરિષદના સબ્યોની સંખ્યા વધારવા માટે તેમાં સંશોધન ખૂબ જ જરૂરી છે. ત્યાર બાદ પણ સભ્ય બનવા માટે સુરક્ષા પરિષદની વચ્ચે દરેક 5 દેશો વચ્ચે સંમતિ જરૂરી હોય છે. ચીન હંમેશાથી ભારતની સુરક્ષા પરિષદમાં હાજરીનો વિરોધ કરી રહ્યું છે. એટલું જ નહીં, નવેમ્બર, 2020માં જ્યારે ભારતને સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બનાવાયું હતું ત્યારે પણ ચીને કોઇ ખુશી ન વ્યક્ત કરી હતી. તે સમયે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના 192 સભ્યોમાંથી ભારત ના સમર્થનમાં 184 વોટ પડ્યા હતા. જેમાં ચીનનો વોટ ભારત વિરૂદ્ધ હતો.

સુરક્ષા પરિષદના 15 સભ્યોમાં 5 સ્થાયી સભ્ય હોય છે. ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા તેના સ્થાયી સભ્યો છે. તે સિવાય, પરિષદના 10 અસ્થાયી સભ્યો માટે દર બે વર્ષે ચૂંટણી થાય છે. આ રીતે આ સભ્યો દર બે વર્ષે બદલાતા રહે છે. ભારતનું નવેમ્બર 2020માં સભ્યપદ ખતમ થઇ જશે. સરક્ષા પરિષદ વિશ્વની શાંતિ અને સુરક્ષાની મુખ્ય જવાબદારી હોય છે. 1965 સુધી UNSCમાં કુલ 11 સભ્ય હતા. 1965માં UN ચાર્ટરમાં ફરફાર કરીને તેની સંખ્યા 15 કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp