સીરિયામાં સત્તો પલટો એટલા માટે થયો કે મોટા દેશોને ફાયદો થાય તેમ છે
મિડલઇસ્ટમાં આવેલા સીરિયામાં અત્યારે ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. બળવાખોરોએ દેશના મોટા ચાર શહેરો પર કબ્જો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયા છે. માહોલ ખરાબ થવાને કારણે રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડીને ભાગી ગયા છે.બળવાખોરોએ દમાસ્કસના ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આર્મી હેડક્વાર્ટર પણ કબ્જો કરી લીધો છે.
પશ્ચિમ એશિયાં અત્યારે સર્વોપરિતાની લડાઇ ચાલે છે. સીરિયો ભૌગોલિક રીતે અત્યંત મહત્ત્વનું છે. તેની સરહદ ઇરાક, તુર્કી, જોર્ડન, લેબનન અને ઇઝરાયલને મળે છે. સીરિયા પર નિયંત્રણ એટલા માટે મહત્ત્વનું છે કે અહીંથી દુનિયાભરમાં વેપાર કરવો સરળ છે. અમેરિકા અને ઇરાન એટલા માટે બળવાખોરોને સમર્થન આપી રહ્યા છે.
સીરીયાના પ્રધાનમંત્રીએ પણ સરેન્ડર કરી દીધું છે અને બળવાખોરોને શાસન ચલાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. સીરિયાના બળવાની ભારત પર અસર એ પડશે કે ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp