મંગળ ઉપર તોપગોળો?

મંગળ યુધ્ધનો દેવતા ગણાય છે ખરો, પણ મંગળ ઉપર યુધ્ધ ખેલાયા હોય એવું પૃથ્વીવાસી જાણતા નથી. પરંતુ હાલમાં મંગળની એક તસ્વીર બહાર આવી છે, તેના પણ મંગળભૂમિ જાણે રણભૂમિ હોય એમ તેની જમીન પર એક તોપગોળો પડયો હોય એમ લાગે છે.

હવે જ્યારે સમાનવ મંગળયાત્રા હાથ ધરવા માટે નાસા તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિવિધ યાનોને મોકલીને મંગળની જમીનનો તલસ્પર્શી અભ્યાસ થઇ રહ્યો છે. ઉડતી રકાબી કે પરગ્રહવાસીઓને શોધવા માટે મંડી પડતા વિજ્ઞાાનીઓ કે ચાહકો મંગળની તસ્વીર પર એવા અનેક પુરાવાઓ શોધી કાઢે છે, જે પરગ્રહવાસીઓ હોવાની માન્યતાને બળ આપે છે.

હવે એક યુએફઓ હન્ટરે મંગળની જમીન ઉપર એક તોપગોળો શોધી કાઢયાનો દાવો કર્યો છે, તેને પગલે ફરીથી ક્યારેક મંગળ ઉપર જીવન હશે એ માન્યતા અંગે ચર્ચા શરુ કરી છે. આ અંગેનો એક વીડિયો યુ ટયુબ પર શેર કરાયો છે. એક દડો એ વીડિયોમાં જોવા મળે છે. યુએફઓ સાઇટીંગ્સ ડેઇલીના સ્થાપક સ્કોટ સી. વેરિંગે તેમની વેબસાઇટ ઉપર લખ્યું છે કે આ બોલની આસપાસ ટુકડા ફેલાયેલા જોવા મળે છે. તેણે એવી દલીલ કરી છે. અવકાશમાંથી શસ્ત્રો દાગવામાં આવ્યા હશે અને તેને કારણે મંગળ પરની સંસ્કૃતિ નાશ પામી હશે.

સ્કોટે લખ્યું છે કે, તે માને છે કે આ ગોળો અને અન્ય લાખ્ખો ગોળા અવકાશમાંથી મંગળ ઉપર દાગવામાં આવ્યા હશે. એ ગોળા મંગળના વાતાવરણનો નાશ કરવા માટે છોડવામાં આવ્યા હશે અને તેણે વાતાવરણને બાળી નાંખ્યું હશે. માનવર્સિજત આ ગાળોઓ મંગળ પરના મોટા ભાગના જીવનને નષ્ટ કરી નાંખ્યું હશે.
વીડિયોમાં જે ગોળો દેખાય છે, એ એટલો ચોક્કસ ગોળાકાર છે કે ઘણા માને છે કે એ કુદરતી ગોળો નથી. કુદરત આટલો ચોક્કસ ગોળ આકાર બનાવી શકે નહી. તેની આસપાસ લાલ અને કથ્થઇ રંગના પહાડો છે. એમ લાગે છે કે કોઇએ મંગળ ઉપર કરેલા હુમલાનો એ પુરાવો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp